ભારતમાં સતત વધી રહેલા કોરોનાવાયરસ ના સંકટ ની વચ્ચે પ્રધાનમંત્રી મોદી આજે વાયુ સેનાના પ્રમુખ સાથે બેઠક કરી હતી. દેશમાં કોરોનાવાયરસ ની બીજી લહેર માં અફરાતફરી વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બૂધવારે વાયુ સેનાના પ્રમુખ RKS ભદોરિયા સાથે બેઠક કરી હતી.
અને આ બેઠકમાં વાયુ સેનાના પ્રમુખ એરફોર્સ દ્વારા કોરોના સંકટ સામે જ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે તે મુદ્દે સમગ્ર માહિતી આપી હતી. પ્રધાનમંત્રી મોદી ના કાર્યાલય તરફથી આપવામાં આવેલ જાણકારી અનુસાર ભડોરિયા એ એ મોદીને જણાવ્યું કે.
વાયુ સેના પોતાના હેવી લિફ્ટ જહાજોને કોરોનાવાયરસ સામે અભિયાન માટે ચલાવી રહ્યા છે અને આ અભિયાન 24 કલાક ચાલુ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. વાયુ સેના ના બધા જ ઓપરેશન અઠવાડિયાના સાત દિવસ રોકાયા વિના ચાલુ રહેશે.
આ બેઠકમાં પ્રધાનમંત્રી મોદી ઓક્સિજન ટેન્કર અને આવશ્યક વસ્તુઓને સુરક્ષિત રૂપે તથા તેજીથી પહોંચાડવા પર ભાર આપ્યો અને એમ પણ કહ્યું કે કોરોનાવાયરસ સાથે જોડાયેલા ઓપરેશન પર આ વાતનું ધ્યાન રાખવામાં આવે.
કે વાયુ સેનાના કર્મચારીઓ સુરક્ષિત રહે. માર્ચ મહિનાથી ભારતમાં કોરોનાવાયરસ ના કેસ માં અચાનક ઉછાળો જોવા મળ્યો હતો અને ત્યારબાદ સતત કેસો વધી રહ્યા છે.
નોંધનીય છે કે ગુજરાતમાં કોરોનાવાયરસ ના નવા કેસના આંકડાઓની ગતિ મા ઘટાડો જોવા મળ્યો છે. ગઈકાલે રાજ્યમાં 14340 કેસ સામે આવ્યા હતા જ્યારે આજે 14352 કેસ સામે આવ્યા છે.
અગાઉ આ જ મહિનામાં કોરોનાવાયરસ ના કેસની સંખ્યામાં જબરદસ્ત ઉછાળો જોવા મળતો હતો ત્યારે આંકડાઓમાં કેસની ગતિ ધીમી પડી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment