પ્રધાનમંત્રી મોદી આ તારીખે ખેડૂતો સાથે કરશે વાત અને સાથોસાથ આટલા કરોડ ખેડૂતોને આપશે મોટી ભેટ.

Published on: 5:20 pm, Wed, 23 December 20

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25 ડિસેમ્બર પ્રધાનમંત્રી કિસાન યોજના ના સંદર્ભે આગામી હપ્તા ને લઈને 9કરોડ ખેડૂતોના ખાતામાં 18000 કરોડ કૃપયા રિલીઝ કરવામાં આવશે અને સાથે સાથે પ્રધાનમંત્રી મોદી અલગ અલગ છ રાજ્યના ખેડૂતો સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વાત કરશે. દેશમાં કૃષિ કાયદાને લઈને ચાલી રહેલા વિરોધ વચ્ચે પ્રધાનમંત્રી મોદી 25મી ડિસેમ્બરના રોજ પીએમ.

કિસાન સન્માન નિધિ હેઠળ ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરશે.પ્રધાનમંત્રી મોદી ના કાર્યાલય તરફથી જાણકારી આપવામાં આવી છે તે અનુસાર પ્રધાનમંત્રી મોદી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ કાર્યક્રમમાં 9કરોડ લાભાર્થીઓના પરિવારને 18000 કરોડ રૂપિયાની રકમ મોકલશે.

નોંધનીય છે કે પ્રધાનમંત્રી મોદી દેશના ખેડૂતો સાથે ચર્ચા કરવાના છે. ખેડૂતો પોતાના અનુભવ પણ પીએમ મોદીને જણાવશે અને કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર પણ સામેલ થવાના છે.

નરેન્દ્ર મોદીના આ નિવેદનથી ખેડૂત આંદોલન સફળ થઈ શકે છે ખેડૂતોની માંગ પૂરી થઈ શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!