ભારતના આ સાત રાજ્યોના મુખ્યમંત્રી સાથે કોરોના સંદર્ભે પ્રધાનમંત્રી મોદી કરશે વાતચીત

198

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાત રાજ્યના મુખ્યપ્રધાન સાથે બેઠક બોલાવી છે. કોરોના વાયરસના સંક્રમણની હાલની ખરાબ પરિસ્થિતિ ને જોઈને આ બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠક 23 સપ્ટેમ્બરના રોજ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કરવામાં આવશે. આ બેઠકમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, પંજાબ, મહારાષ્ટ્ર સહિત 7 રાજયોના મુખ્યમંત્રીઓ સામેલ હશે.

આ બેઠકમાં ગુજરાતના આશ્ચર્યજનક રીતે બાકાત રાખવામાં આવ્યું છે.અહીં એ નોંધવું જરૂરી છે કે દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ રોજ વધી રહ્યું છે. કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે દેશના કુલ કોરોના આંકડો એ 53 લાખને પાર થઈ ચૂક્યો છે.આ રાજ્યના મુખ્યમંત્રીઓને નરેન્દ્ર મોદી કોરોના કંટ્રોલ કરવા માટે સલાહ આપશે.

છેલ્લા 24 કલાકમાં દેશના 1247 કોરોના સંક્રમિત લોકોના મૃત્યુ થયા હતા અને 95880 લોકો સાજા થયા હતા. એક જ દિવસમાં સાજા થનારાઓ ની અત્યાર સુધીની સૌથી મોટી આ સંખ્યા છે.

ભારત સહિત દુનિયાભરના 180 થી પણ વધારે દેશોમાં કોરોના નો ખતરનાક ખોફ જોવા મળે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!