બંગાળમાં થયેલી મારામારી અંગે પ્રધાનમંત્રી મોદીએ વ્યક્ત કરી ચિંતા, રાજ્યપાલ સાથે કરી આ મહત્વની વાત

127

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ ઝઘડાઓ શરુ થઇ ગયા છે. વિવિધ વિસ્તારોમાં તોડફોડ અને આગ લગાડવા નો બનાવો બની રહ્યા છે. આ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ બંગાળના રાજ્યપાલ સાથે વાતચીત કરી અને પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે.

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ મંગળવારે બપોરે ટ્વિટ કરીને આ મહત્વની માહિતી આપી છે. તેમણે લખ્યું છે કે પ્રધાનમંત્રી મોદી આજે ફોન પર વાત કરી હતી.

અને બંગાળમાં ઘટના અંગે આ ચિંતા વ્યક્ત કરી હતી. આ ટ્વિટમાં બંગાળના રાજ્યપાલ એ લખ્યું છે કે પ્રધાનમંત્રી મોદી એ ફોન કરીને કાયદો અને વ્યવસ્થા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય વિપક્ષી પર આ ઘટનામાં રાજ્ય સરકાર પાસે રિપોર્ટ માગ્યો છે. ભાજપે પાર્ટી ઓફિસમાં એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં વાસ અને છત સળગતી જોવા મળી છે અને ગભરાયેલા લોકો ચીસો પાડતા અને ભાગતા નજરે પડે છે.

સોશિયલ મીડિયા પર દુકાનમાંથી કપડાં લૂંટીને નાસી ગયેલા લોકોના ફોટા વાયરલ થઈ રહ્યા છે. ભાજપનો દાવો છે કે આ ઘટનામાં તેમના છ જેટલા કાર્યકર્તાઓ મૃત્યુ પામ્યા છે. ભાજપ આ માટે મમતા બેનરજીની પાર્ટીને દોષિત ઠરાવી રહ્યું છે.

ભાજપે નંદીગ્રામમાં પાર્ટી ઓફિસમાં તોડફોડ ને બતાવતો વિડીયો પત્રકારો સાથે શેર કર્યો છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી આ બેઠક પર ભાજપના શુભેન્દુ અધિકારીની સામે ચૂંટણી હારી ગયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!