બંગાળમાં વિજય બદલ પ્રધાનમંત્રી મોદીએ મમતા દીદી ને પાઠવી શુભેચ્છાઓ અને કહી આ મહત્વની વાત.

157

પ્રધાનમંત્રી મોદીએ મમતા બેનરજીએ પશ્ચિમ બંગાળમાં જીત બદલ અભિનંદન પાઠવ્યા છે.આ રોગચાળા દરમ્યાન કેન્દ્ર સરકાર બંગાળના લોકોના કલ્યાણ માટે તમામ શક્ય મદદ પૂરી પાડશે. તેમને કહ્યું કે હું બંગાળના ભાઈ-બહેનો આભાર માનું છું કે તેઓ અમારી પાર્ટીને આ પ્રકારની જીત અપાવી.

ભાજપ બંગાળની પ્રજાની સેવા કરવાનું ચાલુ રાખશે. તેઓએ કહ્યું કે ભાજપની નજીવી રાજ્યમાં હાજરી હતી જેમાં નોંધપાત્ર વધારો થયો છે. ભાજપ જનતાની સેવા કરવાનું ચાલુ રાખશે. ચૂંટણીમાં ઉત્સાહી કાર્યકરો ના પ્રયત્નોને હું બિરદાવું છું.

રવિવારે પશ્ચિમ બંગાળ વિધાનસભાની 292 બેઠકોની મતગણતરી ચાલી રહી છે. TMC 200 થી વધુ બેઠકો પર લીડ ધરાવે છે જ્યારે ભાજપ 70 થી વધુ બેઠક પર આગળ છે.

ટીએમસી મોટી જીત તરફ અગ્રેસર રહ્યું છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી તેમના પક્ષના સત્તા પર પાછા આવવા બદલ આભાર માન્યા બાદ લોકોની સામે આવી અને લોકોનો આભાર માન્યો છે.

તેમણે એમ પણ કહ્યું કે મને ગર્વ છે કે બંગાળે દેશને બચાવ્યો છે. પરિણામોમાં મમતા બેનરજીના મોટા વિજય ના સંકેતો પછી તેઓએ કહ્યું કે આ બંગાળનો વિજય છે.

અને બંગાળના લોકો નો વિજય છે. મને એમ કહીને ગર્વ છે કે બંગાળે દેશને બચાવ્યો છે. હું દરેક નો આભાર માનું છું અને લોકશાહીની જીત છે. હું દરેક લોકોના કામ કરીશ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!