આજથી પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો શુભારંભ થઈ ગયો છે. અમદાવાદના ઓગણજ-સાયન્સ સીટી વચ્ચે રીંગરોડ પાસે આજથી પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની શરૂઆત થઈ ગઈ છે. મિત્રો તમને જણાવી દઈએ કે, 600 એકર વિશાળ જગ્યામાં સ્વામિનારાયણ નગર તૈયાર કરવામાં આવ્યું છે. જેનું ગઈકાલે પૂજ્ય મહંતસ્વામી મહારાજ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. એક મહિના સુધી નગર માનવ ઉત્સવ ચાલશે. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં દેશ વિદેશથી લોકો આવી રહ્યા છે. આગામી સમયમાં ઘણા દિગ્ગજ નેતાઓ, કલાકારો અને અન્ય દેશના વડાપ્રધાનો અહીં આવવાના છે.
મિત્રો તમે બધા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ ના જેઠાલાલને તો જરૂર ઓળખતા હશો. સીરીયલમાં જેઠાલાલનું પાત્ર ભજવનાર દિલીપ જોશી આજે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની મુલાકાતે આવ્યા છે. તેમના કેટલાક ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું જોરદાર આયોજન જોઈને દિલીપ જોશી પણ ચોકી ઉઠ્યા હતા.
તમને જણાવી દઈએ કે સતત 1 મહિના સુધી ચાલનાર આ મહોત્સવમાં દરરોજ 1 લાખ જેટલા લોકો મુલાકાતે આવે તેવો અંદાજ લગાવવામાં આવ્યો છે. જ્યારે શનિ-રવિના દિવસે આ આંકડો બે થી ત્રણ લાખ સુધી પણ પહોંચી શકે છે. મિત્રો તમને જણાવી દઈએ કે પાર્કિંગથી લઈને તમામ વસ્તુઓનું ખૂબ જ જોરદાર આયોજન કરવામાં આવ્યું છે.
15 જાન્યુઆરી સુધી પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ચાલવાનો છે અને આ દરમિયાન અનેક મહાનુભાવો પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની મુલાકાત લેશે. 600 એકર જમીન પર સ્વામિનારાયણ નગર બનાવવામાં આવ્યું છે. બપોરના 2 વાગ્યાથી લઈને રાત્રે 9:00 વાગ્યા સુધી આ નગર ખુલ્લું રહેશે. આ નગરમાં રોજબરોજ અલગ અલગ કાર્યક્રમનું આયોજન હશે.
આજરોજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ અમદાવાદ આવશે અને પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો ભાગ બનશે. 20 ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય સંવાદિતા દિને તમામ ધર્મના વડાઓ એકત્રિત થઈને મંચ પરથી એકતાનો સંદેશ આપશે. આ ઉપરાંત 21 અને 22 ડિસેમ્બરના રોજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓનો ઉત્કર્ષ અંગે કાર્યક્રમો થશે, જેમાં ભારતના વિવિધ પ્રાંતોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે.
જ્યારે 25 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય સંત સંમેલન યોજાશે, જેમાં શ્રીમદ શંકરાચાર્યજી સ્વામી સદાનંદજી મહારાજની ઉપસ્થિતિમાં વિવિધ મઢ-સંપ્રદાય-અખાડાઓના પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણના પ્રતિનિધિરૂપે સેકડો સંતો ઉપસ્થિત રહેશે અને સંત મહિમાનું ગાન કરશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment