આપણા દેશના જવાન દેશ માટે પોતાની પરિવારની ચિંતા કર્યા વિના દિવસ-રાત બોર્ડર પર દેશની રક્ષા માટે ઉભા રહે છે અને કેટલાક જવાનો તો દેશ માટે શહીદ પણ થઈ જાય છે. તેવા જ એક શહીદ ની અમર કથા સામે આવી છે.
મળતી માહિતી મુજબ ભારત પાકિસ્તાન બોર્ડર પર પાકિસ્તાન તરફથી કરવામાં આવેલી ફાયરિંગના કારણે આપણા દેશના એક વીર જવાન સિપાઈ રોહિત કુમાર અને ઘણી ઈજા પહોંચી હતી.
અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા સારવાર દરમિયાન જવાન શહીદ થયા હતા. આ ઉપરાંત તેના પ્રવક્તા લો કલર દેવન્દ્ર જવાન શહીદ થયાની પુષ્ટિ કરી હતી.
મળતી માહિતી મુજબ વીર જવાન રોહિતકુમાર મૂળ હિમાચલ પ્રદેશના રહેવાસી છે તેમના લગ્ન બે મહિના પછી થવાના હતા.
પાકિસ્તાને કરેલી ફાયરિંગનો ભારતે જવાબ આપ્યો હતો અને મળતી માહિતી મુજબ અંદાજે આ સમગ્ર ઘટનામાં પાકિસ્તાનના પાંચ જવાનો ઘાયલ થયા હતા.
જવાન શહીદ થયા તેમને ખબર તેમના પરિવારને પડતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment