પિતાની ઇચ્છા પોતાના પુત્રને આઈએએસ બનાવવા માગતા હતા પણ પુત્રની ઈચ્છા નોકરી નહિ પણ ખેતીની હતી અંતે પુત્રની જીત આગળ પિતાએ હમ તો મૂકવું પડ્યું અને પુત્ર એ પણ ખેતી માં કોઈ કસર ન છોડી.પિતાએ આપેલ એક વર્ષની મુદતમાં પુત્ર પાંચ લાખનો નફો મેળવ્યો આ ઘટના બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના રામપુર વડલા ગામ નિવાસી ઈસમાલ ભાઈની છે.ઈસ્માઈલભાઈ દર વર્ષે 60 લાખનો ચોખ્ખો નફો ખેતી દ્વારા કરી રહ્યા છે.
ઈસ્માઈલભાઈ ની પોતાની કોઠાસૂઝ અને મહેનત થી તેઓ આગળ વધ્યા. ઈસ્માઈલભાઈ પાસે પહેલા માત્ર 10 વીઘા કૌટુંબિક જમીન હતી અને હાલ તેમની પાસે 105 વીઘામાં આધુનિક પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે.આ ખેડૂત પાસે નવી કૃષિ નીતિ અંગે જણાવેલ કે આનાથી ખેડૂતોને ફાયદો છે. આનાથી ટોપ ની સીમા સમાપ્ત થઈ જશે અને એક રાષ્ટ્ર એક બજારની નીતિ હેઠળ ખેડૂત પોતાના પાક બજારમાં વેચી શકશે.
આપદ્ધતિના કારણથી દલાલો માંથી મુક્તિ મળશે અને ખેડૂતોને પોતાની પાક ની કિંમત વધુ મળશે.નવી કૃષિ નીતિ થી ખેડૂતો સમૃદ્ધ થશે અને ખેડૂતોની આવક બે ગણી કરવા અને ખેતીની વિભિન્ન યોજનાઓ બનાવવા માટે ઈસ્માઈલભાઈ નાબાર્ડ ના સભ્ય બન્યા.
તેમણે સૌપ્રથમ નેટ હાઉસ બનાવ્યું અને તેમને મેકેનના બેસ્ટ પોટેટો ગ્રોવસ, હાઇફન ફૂડ ઇન્ડિયા કલેક્ટિવ ફાર્મી ઓફ પોટેટો અને રાજ્ય સરકારે કૃષિ ઋષિ એવોર્ડ, સરદાર પટેલ કૃષિ અનુસંધાન એવોર્ડ, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી સન્માનપત્ર પ્રદાન કર્યું છે.
દેશમાં સૌથી વધુ બટેટા નું ઉત્પાદન બનાસકાંઠા જિલ્લામાં થાય છે અને ટપક સિંચાઈ પધ્ધતિ પણ ખૂબ જ ઉપયોગમાં લેવાય છે.
ભારતનું ૧૦ ટકા જ બટાકાનું ઉત્પાદન માત્ર ગુજરાતમાં થાય છે અને 27 ટકા એક્સપોર્ટ થાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment