Two friends committed suicide together: હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં બે મિત્રોએ એક સાથે ટ્રેનની સામે કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. બંનેના મૃતદેહ આજરોજ સવારે વિકૃત હાલતમાં રેલ્વે ટ્રેક પરથી મળી આવ્યા હતા. આ ઉપરાંત તેમની બાઈક પણ રેલ્વે ટ્રેક પાસે પાર્ક કરેલી મળી આવી હતી. કોઈ કામે બહાર જાઉં છું તેમ કહીને બંને મિત્રો ઘરેથી નીકળ્યા હતા.
પછી બંને આ પગલું કયા કારણસર ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. મૃત્યુના લગભગ બે કલાક પહેલા મૃત્યુ પામેલા એક યુવકે પોતાના facebook એકાઉન્ટ પર એક યુવતીનો ખરાબ વિડિયો પોસ્ટ કર્યો હતો. જ્યારે બીજા યુવકે એક સેડ સોંગ પોતાના આઈડી માં પોસ્ટ કર્યું હતું. આ ઘટના રાજસ્થાનમાંથી સામે આવી રહી છે.
સમગ્ર ઘટનાની જાણ થયા બાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસને મૃતદેહની નજીકથી એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો જેના આધારે બંને મિત્રોની ઓળખ થઈ હતી. મૃત્યુ પામેલા એક મિત્રનું નામ રીન્કુ હતું અને તેની ઉંમર 28 વર્ષની હતી.
જ્યારે બીજા મિત્રનું નામ શેરસિંહ હતું અને તેની ઉંમર 27 વર્ષની હતી. આ ઘટનાની જાણ બંનેના પરિવારજનોને થતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો છે. ત્યાર પછી બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ બંનેના મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે બંને યુવકોએ એક સાથે ટ્રેનની સામે કૂદીને પોતાના જીવન ટૂંકાવ્યા છે. મંગળવારના રોજ સાંજના સમયે બંને મિત્રો કોઈ કામથી બહાર જાઉં છું તેમ કહીને ઘરેથી નીકળ્યા હતા. રેલવે ટ્રેક પાસે યુવકની બાઇક પાર્ક કરેલી મળી આવી હતી.
જાણવા મળી રહ્યું છે કે શેરસિંહએ મૃત્યુ પહેલા તેના facebook એકાઉન્ટ પર એક છોકરીનો ખરાબ વિડિયો પોસ્ટ કર્યો હતો. જ્યારે રીન્કુએ એક સેડ સોંગ પોતાના facebook એકાઉન્ટ પર પોસ્ટ કર્યું હતું. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો