ગુજરાતી લોકપ્રિય હિરોઈન “નેહા સુથાર” મૂળ ગુજરાતની આ ગામની છે..! ચાલો જાણીએ તેમના વિશે ન સાંભળેલી વાતો અને નેહા સુથાર કેટલું ભણેલા છે…

છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાતી કલાકારો માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પણ ફેમસ બની ગયા છે. ગુજરાતીઓ હવે દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છે. ત્યારે આજે આપણે દેશ-વિદેશમાં ફેમસ બનેલી એવી ગુજરાતી અભિનેત્રી એટલે કે નેહાબેન સુથાર વિશે વાત કરવાના છીએ. નેહા સુથારને તો તમે બધા ઓળખતા જ હશો. આજે આપણે નેહા સુથાર કયા ગામના છે અને કેટલું ભણેલા છે અને તેમના સંઘર્ષની કેટલીક વાતો જાણવાના છીએ.

વિવિધ પ્રકારના આલ્બમ અને એક્ટિંગ તથા સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા આખા ગુજરાતની અંદર નેહા સુથાર લોકપ્રિય બન્યા છે. નેહા સુથારના મૂળ વતન ની વાત કરીએ તો, તેઓ મહેસાણા જિલ્લાની અંદર આવેલા વેજલપુર તાલુકાના સરદારપુર ગામના વતની છે. સરદારપુર ગામ વેજલપુર થી 15 કિલોમીટર દૂર આવેલું છે. અત્યારે તો નેહા સુથાર ગાંધીનગરમાં અડાલજમાં રહે છે.

નેહા સુથારના પરિવારની વાત કરીએ તો, તેઓને બે બહેનો અને એક ભાઈ છે. નેહા સુથાર થી મોટી બહેનના લગ્ન થઈ ગયા છે. જ્યારે તેમનાથી એક નાનો ભાઈ છે. નેહા સુથાર અત્યારે અડાલજ ગાંધીનગરમાં પોતાના ભાઈ અને પોતાની માતા સાથે રહે છે. નેહા સુથાર આજે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં પણ ફેમસ છે. અહીં સુધી પહોંચવા માટે નેહા સુથારે ઘણી બધી મહેનત અને ઘણા બધા સંઘર્ષો કર્યા છે.

જ્યારે નેહા સુથાર ને પૂછવામાં આવ્યું કે, તમારી એક્ટિંગની શરૂઆત કઈ રીતે અને ક્યાંથી થઈ? ત્યારે આ સવાલનો જવાબ આપતા નેહા સુથારે કહ્યું કે, તેમના ફેમિલી માંથી કોઈ પણ અભિનયક્ષેત્ર સાથે જોડાયેલું નથી. નેહા સુથારના ગામમાં ઘણા બધા મોટા પ્રોગ્રામો ચાલતા હોય છે. જેવા કે રાસ ગરબા અને લગ્ન ગીતો. નેહા સુથારના ગામમાં એક રમેશ કાકા છે. રમેશ કાકા થકી તેમને આ સફળતા મળી છે.

રમેશ કાકા ગામમાં નાના મોટા પ્રોગ્રામ કરતા હતા. ત્યારે તેમને એક વખત ડાન્સરની જરૂર હતી. ત્યારે રમેશ કાકાએ નેહા સુથાર ની મમ્મીને વાત કરી હતી કે, નેહા ને મોકલો ને, ત્યારે નેહા સુથારે પ્રથમ વખત ડાન્સ પ્રોગ્રામમાં ભાગ લીધો હતો. નેહા સુથાર નો પહેલો પ્રોગ્રામ વિજપુર નજીક આવેલા રામપુર ગામમાં થયો હતો. આ કાર્યક્રમ બાદ નેહા સુથારને નાના-મોટા ઘણા બધા કાર્યક્રમમાં જવા માટે મોકો મળી ગયો.

થોડાક સમય પછી નેહા સુથાર અમદાવાદ રહેવા માટે આવી હતી. તેઓએ થોડાક સમય અમદાવાદની અંદર આવીને નોકરી કરી હતી. ત્યારબાદ ચારથી પાંચ વર્ષ સુધી નેહા સુથારે વિપુલભાઈ નામના વ્યક્તિના ઘણા બધા કાર્યક્રમો કર્યા હતા. ત્યારબાદ તેમની પ્રગતિ શરૂ થઈ ગઈ હતી. નેહા સુથારે જણાવ્યું કે તેઓ એક ખૂબ જ મધ્યમ વર્ગોના પરિવારમાંથી આવે છે.

બાળપણમાં તેઓ ઘણી બધી મહેનત કરતા અને પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ બનવા માટે બીજાના ઘરમાં પણ કામ કરતા હતા. આ ઉપરાંત તેઓ ખેતરમાં પણ કામ કરતા હતા. જ્યારે નેહા સુથાર ને પૂછવામાં આવ્યું કે તમે કેટલો અભ્યાસ કર્યો છે. ત્યારે તેમને જવાબ આપતા જણાવ્યું કે, 1 થી 12 ધોરણ સુધી તેમને ગામડાની અંદર રહીને અભ્યાસ કર્યો હતો.

ત્યારબાદ બીકોમના ત્રણ વર્ષ માણસા બીએ કોમર્સ કોલેજની અંદર કર્યા હતા. તેઓ જ્યારે સ્કૂલમાં હતા ત્યારે તેઓ એક્ટિંગ, ડાન્સિંગ અને નાના મોટા પ્રોગ્રામમાં ભાગ લેતા હતા. નેહા સુથારના લગ્ન ગીતો તેમજ ગરબાઓ ખુબ જ પ્રખ્યાત બની ગયા છે. નેહા સુથારને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા પણ ઘણી બધી સફળતા મળી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*