ગુજરાતના રાજકોટમાં ઓઇલ એન્જિન ક્ષેત્ર ક્રાંતિ સર્જનાર અને ફિલ્ડમાર્શલ ગ્રુપના પોપટભાઈ પટેલ નું 86 વર્ષની ઉંમરે નિધન થયું છે. પોપટભાઈનું મૃત્યુ થતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. તેમના મૃત્યુના સમાચાર સાંભળીને ચારેય બાજુ શોકનું મોજુ ફરી વળ્યું હતું. આજ રોજ સવારે 8.30 વાગ્યાની આસપાસ કમિશનર બંગલા રોડ ઉપર આવેલા નિવાસ્થાનેથી તેમની અંતિમયાત્રા નીકળી હતી.
અંતિમયાત્રામાં ઉદ્યોગપતિઓ, સમાજના આગેવાનો રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પોપટભાઈ ગુજરાતના દિગ્ગજ બિઝનેસમેન હતા. પોપટભાઈ ઉદ્યોગપતિ હોવાની સાથે સાથે સમાજ સેવાનમાં પણ હંમેશા આગળ રહેતા હતા. ઊંઝા, સિદેસર બાદ જુનાગઢ જિલ્લાના ગાંઠીલા ઉમિયા મંદિર બનાવવામાં તેમનું સારું એવું યોગદાન રહ્યું છે.
સમાજનું કાર્ય હોય તેમાં હંમેશા પોપટભાઈ આગળ હોય છે. પોપટભાઈએ 1992માં સિદસર મહોત્સવને કન્વીનર તરીકે એવી રીતે ડિઝાઇન કર્યો હતો કે જેનો ખેતી સાથે સંકળાયેલા લોકોને પણ લાભ મળ્યો છે. પોપટભાઈ નાતજાતનો ભેદભાવ રાખ્યા વગર હંમેશા લોકોની સેવા કરતા હતા. પોપટભાઈની સહાયના કારણે સમાજના અનેક એન્જિનિયર, ડોક્ટર અને વિવિધ ક્ષેત્રોમાં કેટલાક લોકોને નિષ્ણાંતા મળી છે.
પોપટભાઈ પટેલ ફિલ્મ માર્શલના સર્જક છે. ડીઝલ એન્જિનથી શરૂ થનાર ફિલ્ડ માર્શલ આજે ઓર્ગેનિક ફર્ટિલાઈઝરથી લઈ ઘરઘંટી, એરકૂલરથી માંડી ફિ લ્ડમાર્શલ બ્રાન્ડ મિનિ ટ્રેક્ટર પણ બનાવે છે. જાણીતી કંપની મહેન્દ્ર એન્ડ મહેન્દ્રા ગ્રુપ સાથે કરાર કર્યા બાદ યુવરાજ મીની ટ્રેક્ટરમાં પણ ફિલ્ડ માર્શલના જ એન્જિન ફિટ થાય છે.
પોપટભાઈના મૃત્યુના કારણે તેમના પરિવાર અને સમાજમાં માતમ છવાઈ ગયો છે. તેમના મૃત્યુના કારણે ઉદ્યોગપતિઓ, સામાજિક આગેવાનો અને રાજકીય આગેવાનોમાં માતમ છવાઈ ગયો હતો. એટલું જ નહીં પરંતુ આજ રોજ જ્યારે તેમની અંતિમયાત્રા નીકળી ત્યારે મોટી સંખ્યામાં લોકો તેમની અંતિમયાત્રામાં જોડાયા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment