મિત્રો આપણે સૌ કોઈ લોકોએ સોશિયલ મીડિયા પર ધોળકા તાલુકાના પ્રખ્યાત સુરાપુરા ધામ ભોળાદના દાનભા બાપુના કેટલાક વિડીયો અને કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર જોઈ જ હશે. ત્યારે હાલમાં દાનભા બાપુનો એક વિડિયો સોશિયલ મળ્યા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
જેમાં તમે જોઈ શકો છો કે, ગુજરાત પોલીસના 20 થી વધુ જવાનો વર્દીમાં દાનભા બાપુને પગે લાગતા નજરે પડી રહ્યા છે. આ ઉપરાંત બીજો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તમે જોઈ શકો છો કે, દાનભા બાપુ એક પોલીસ સ્ટેશનની મુલાકાતે આવે છે. ત્યારે દાનભા બાપુ કારમાંથી ઉતરે છે ત્યારે ત્યાં હાજર એક પોલીસ અધિકારી દાનભા બાપુ સામે નતમસ્તક થઈ જાય છે.
આ બંને વિડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ બંને વિડીયો વાયરલ થયા બાદ પોલીસ ડિસિપ્લિનને લઈને ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે. વાયરલ થયેલા બંને વિડિયોમાંથી એક વિડીયો પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનનો છે.
અહીં દાનભા બાપુ પોલીસ સ્ટેશનની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન PI વી.એ.ચારણ દાનભા બાપુના પગે પડે છે. આ બંને વિડીયો વાયરલ થયા બાદ પોલીસ ડિસિપ્લિનને લઈને ઘણા સવાલો ઊભા થયા હતા.
ત્યારે આ વિવાદને લઈને પીઆઇ વી.એ.ચારણ નિવેદન આપ્યું કે, થોડું ઘણું અજુગતું લાગે ખરું. પણ કોઈ ધાર્મિક આગેવાન કે વડીલ એકદમ મળી જાય તો તમને યાદ ન રહે કે તમે કઈ પોઝિશન પર છો. પણ નમી તો લઈએ જ. કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયોને લઈને ડીવાયએસપી ઇન્કવાયરી કરશે.
ઉપરાંત ડિસિપ્લિનરી એક્શન પણ લેવાશે. આ વીડિયોને લઈને પોલીસના અલગ અલગ અધિકારીઓએ પોતપોતાના નિવેદનો આપ્યા છે. હવે આગામી દિવસોમાં જ જોવાનું રહ્યું કે આ મામલાને લઈને શું થાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment