સુરત શહેરમાં પોલીસે સાઇકલ ચાલક નું ફાડ્યુ ચલાણ, જાણો સમગ્ર ઘટના.

Published on: 11:23 am, Fri, 28 May 21

સુરત પોલીસ અવાર નવાર ચર્ચાનો વિષય બનતી આવી છે ત્યારે ફરી એકવાર તેઓ ચર્ચામાં આવ્યા છે. સુરતના સચિન વિસ્તારમાં એક એવી ઘટના બની કે જાણી ને તમને વિશ્વાસ પણ નહીં થાય. સુરત સચિન વિસ્તાર માં સાયકલ ચાલક ને પોલીસ દ્વારા મેમો ફટકારવામાં આવ્યો છે.

આપને જણાવી દઇએ કે, સચિન હજીરા હાઈવે પર ગભેની ચાર રસ્તા પાસે રોંગ સાઇડ આવી રહેલા સાયકલ સવાર શ્રમજીવીને ટ્રાફિક પોલીસે એમવી એકટ હેઠળ ફટકારવામાં આવેલા કોર્ટ મેમો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

જેને પગલે ટ્રાફિક પોલીસ ટીકાને પાત્ર બની હતી. જો કે પોલીસ દ્વારા રોંગ સાઈડ આવનાર સાયકલ સવાર વિરુદ્ધ દંડ ફટકાવાની જોગવાઈ હોવાનું જણાવ્યું હતું.

આ મેમા મા જણાઈ આવે છે કે વાહન નો પ્રકાર સાયકલ છે અને ગુના ની હકીકત રોંગ સાઇડ ચલાવવા માટે ની છે એટલે કે સાઇકલ ચલાવનાર વ્યક્તિની અટકાવીને.

તેની પાસે રોંગ સાઈડ સાઇકલ ચલાવવા બદલ મેમો આપવામાં આવ્યો હતો. સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડ વાહન ચલાવવા બદલ 3000 રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરત શહેરમાં પોલીસે સાઇકલ ચાલક નું ફાડ્યુ ચલાણ, જાણો સમગ્ર ઘટના."

Leave a comment

Your email address will not be published.


*