દિવાળીનો તહેવાર નજીક આવતા પોલીસ કર્મીઓએ શરૂ કર્યું આંદોલન,ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યુ કે..

Published on: 10:38 am, Mon, 25 October 21

રાજ્યમાં ભુપેન્દ્ર પટેલ ની નવી સરકાર સામે એક પછી એક સરકારી વિભાગના કર્મચારીઓ તેમની માંગણીને લઇને આંદોલન કરી રહ્યા છે. થોડા સમય પહેલા એસટી વિભાગના કર્મચારીઓ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ત્યારબાદ ગ્રામ પંચાયત ના કામ કરતા કર્મચારીઓ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

રાજ્યમાં પોલીસ કર્મચારીઓ દ્વારા ગ્રેડ પે ને લઈને સોશિયલ મીડિયા પર આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. આંદોલન મામલે પોલીસને અભિવ્યક્તિ પર ઉપરી અધિકારીઓની તરાપ ના આરોપો લાગી રહ્યા છે તેવામાં આચારસંહિતાની અમલવારી કરવા

અધિક પોલીસ મહાનિદેશક નરસીમ્હા કમારે એક પરિપત્ર જાહેર કરીને સોશિયલ મીડિયા પર આચાર સંહિતાના ભંગ થતી ટિપ્પણી ન કરવા સૂચના આપી છે.મહત્વની વાત છે કે, સરકાર અલગ-અલગ વિભાગના કર્મચારીઓના દબાણના કારણે સરકારી કર્મચારીઓના ગ્રેડ પેના ભથ્થામાં માં સુધારો કરી રહી છે.

તેથી ગ્રેડ પે માં સુધારો કરવામા આવે તેવી માંગણી પોલીસ કર્મચારીઓએ કરી રહ્યા છે. પોલીસ કર્મચારીઓ દ્વારા માંગણી કરવામાં આવી રહી છે કે ASI, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલને જે ગ્રેડ પે આપવામાં આવે છે.

તેમાં વધારો કરીને ASI ને 4200, હેડ કોન્સ્ટેબલને 3600 અને કોન્સ્ટેબલને 2800 ગ્રેડ પે આપવામાં આવે અને પોલીસ કર્મચારીઓને વર્ષોથી આપવામાં આવતા ભથ્થા માં પણ વધારો કરવામાં આવે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!