સુરતના ડુમસ બીચ પર કાદવ માં ફસાઈ પોલીસની PCR વાન, ત્યારબાદ થયું જોવા જેવું…જુઓ વિડિયો…

73

સુરત શહેરમાં વરસાદની વાત કરીએ તો સુરતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને જગ્યા એ તો ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયા હતા. જ્યારે વરસાદી માહોલ જામે છે ત્યારે સુરતના લોકો ડુમ્મસ વધારે જાય છે. ત્યારે કોરોના ને કાબુ મેળવવા માટે ડુમસ પર પોલીસનો પ્રતિબંધ પણ વધુ હોય છે.

ક્યારે ડુમસ બીચ પર પેટ્રોલિંગ કરતી વખતે પોલીસની PCR વાન દરિયાના કિનારે કાદવમાં ફસાઇ જાય છે. ત્યાર બાદ તેને બહાર કાઢવી ખુબ જ મુશ્કેલ પડે છે. ત્યારે આસપાસના લોકો દ્વારા પોલીસના વાહન ને ધક્કો લગાવીને બહાર કાઢવામાં આવે છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે પોલીસે વાન પેટ્રોલિંગ દરમિયાન ડુમસ બીચ પર ફરી રહેલા લોકોને સમજાવવા જાય છે અને ત્યારે તેમનું વાન દરિયાના કિનારે કાદવમાં ફસાઇ જાય છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે કાદવમાં ફસાઇ ગયેલી વાનને મહામહેનતે બહાર કાઢવામાં આવે છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો દૂર ઊભેલા એક વ્યક્તિએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો.

અને ત્યાર બાદ સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દીધો હતો. આ ઉપરાંત રાજ્યમાં વરસાદની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા થોડાક દિવસથી સારો એવો વરસાદ માહોલ જામ્યો છે.

અને હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ આગામી થોડાક દિવસ રાજ્યમાં સારો એવો વરસાદ માહોલ રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી સમયમાં અતિભારે વરસાદ પડી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!