બાઈક સવાર પોલીસ કર્મચારીને ઝડપી ટેમ્પા ચાલકે કચડી નાખ્યા, પોલીસ કર્મચારીનું કમકમાટીભર્યું મોત… હસતો-ખેલતો પરિવાર વિખરાઈ ગયો…

છેલ્લા ઘણા સમયથી અકસ્માતના બનાવો ખૂબ જ વધી ગયા છે. ત્યારે હાલમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક ટેમ્પા ચાલકની ટક્કરના કારણે બાઇક પર સવાર પોલીસ કર્મચારીનું મોત થયું છે. વિગતવાર વાત કરીએ તો, નિઝર પોલીસ મથકમાં ફરજ બજાવતા કર્મચારી પોતાની બાઇક લઈને વ્યારા તરફ જઈ રહ્યા હતા.

આ દરમિયાન રસ્તામાં એક અજાણ્યા ટેમ્પા ચાલકે તેમની બાઇકને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં બાઈક પર સવાર પોલીસ કર્મચારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ત્યાર પછી આસપાસના લોકો તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન પોલીસ કર્મચારીએ અંતિમ શ્વાસ લીધા હતા.

આ અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા પોલીસ કર્મચારીનું નામ સતિષભાઈ ચૌધરી હતું. સતિષભાઈ ચૌધરી વ્યારા તાલુકાના ચાંપાવાડી ગામના નિઝર પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા. સતિષભાઈ ની તબિયત સારી ન હોવાના કારણે તેઓ પોતાના ગામમાં ગયા હતા.

અહીંથી તેઓ પોતાનું કોઈ કુરિયર પાર્સલ લેવા માટે બાઈક લઈને વ્યારા ખાતે જવા માટે નીકળ્યા હતા. તેઓ માંડવી-વ્યારા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન એક ટેમ્પા ચાલકે તેમની બાઈકને જોરદાર ટક્કર લગાવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે, અકસ્માતની ઘટનામાં બાઈક પર સવાર સતિષભાઈ ચૌધરીના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. પછી તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

અકસ્માતની ઘટના બન્યા બાદ ટેમ્પો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને કાકરાપાર પોલીસે અકસ્માતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*