આજકાલ સોશિયલ મીડિયામાં વારંવાર માથાકૂટ ના વિડીયો વાયરલ થઇ રહ્યા છે ત્યારે ઝારખંડ નો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. ઝારખંડમાં સેનાના એક જવાને પોલીસ કર્મીના જવાનો દ્વારા માર લગાવવામાં આવે છે. પોલીસ કર્મચારીઓ પોતાની દાદાગીરી કરતા સેનાના જવાનને ઢોર માર લગાવે છે.
આટલું જ નહીં પરંતુ સેનાના જવાનો પર લાઠીચાર્જ પણ કરે છે. મળતી માહિતી અનુસાર આ સમગ્ર ઘટનામાં માસ્ક ચેકિંગ વખતે થઈ હતી. આર્મીના જવાને માસ્ક ન પહેર્યું હતું તેના કારણે સમગ્ર ઘટના બની હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
Army jawan beaten up by police personnel in Jharkhand#Jharkhand #ViralVideo pic.twitter.com/VCPHNeyx3R
— VR (@vijayrampatrika) September 2, 2021
મળતી માહિતી મુજબ સેનાનો જવાન પોતાની બાઇક પર જઇ રહ્યો હતો. ત્યારે પોલીસ કર્મચારીઓ અને આર્મી જવાન વચ્ચે માસ્કને લઈને માથાકુટ થઇ હતી.
ત્યારબાદ પોલીસ કર્મચારીઓએ ભેગા થઈને આર્મી જવાન પર લાઠી ચાર્જ કરે છે આ ઉપરાંત આર્મી જવાન ને લાત તને મુક્કા લગાવ્યા હતા.
આ સમગ્ર ઘટનાને લઇને ગામના લોકોએ ખુબ વિરોધ કર્યો હતો. આ ઉપરાંત પોલીસ દ્વારા ઇજાગ્રસ્ત આર્મી જવાન ને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. આવનારી વાત એ છે કે આ સમગ્ર ઘટના દરમ્યાન બીડીઓ સાકેત સિનહાની હાજરમાં થઈ હતી.
મળતી માહિતી મુજબ આ સમગ્ર મામલો હવે એસપી રાકેશ રંજનને ચાર્જ હાથમાં લીધો છે. મળતી માહિતી મુજબ આ સમગ્ર ઘટનાને લઇને ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પોલીસ કર્મીને નતનવું કહી રહ્યા છે. આ વિડીયો ટ્વીટરમાં @VR નામના યૂઝર્સે પોતાના એકાઉન્ટમાં પોસ્ટ કર્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment