અમદાવાદની ઇસ્કોન બ્રિજની અકસ્માતની ઘટનાના થોડાક દિવસ બાદ મણીનગરમાં એક અકસ્માતની ઘટના બની હતી. આ ઘટનામાં અકસ્માત કરીને ભાગી ગયેલા લોકોને પોલીસે બરાબરનો પાઠ ભણાવ્યો છે. જાણવા મળી રહ્યું છે કે, પોલીસે કાર ચાલક સહિત કારમાં બેઠેલા તમામ લોકોને જાહેરમાં બરાબરનો મેથીપાક આપ્યો છે.
જેનો એક વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરે તો, બે ત્રણ દિવસ પહેલા અમદાવાદના મણીનગરમાં મોડી રાત્રે બેફામ રીતે કાર ચલાવી રહેલા કારચાલકની કાર પલટી ખાઈ ગઈ હતી. આ ઘટનામાં રસ્તાના કિનારે બેઠેલા લોકોનો માંડ માંડ જીવ બચ્યો હતો.
અકસ્માતની ઘટના બન્યા બાદ કારમાં સવાર તમામ લોકો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ અકસ્માતની ઘટનાની વાત મળતા જ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી અને કારમાં બેઠેલા લોકોની શોધખોળ શરૂ કરી દીધી હતી. પછી પોલીસે કારમાં બેઠેલા યુવકોને બરાબરનો મેથીપાક આપ્યો હતો.
કારમાં બેઠેલા યુવકોને બરાબરનો પાઠ ભણાવવા માટે પોલીસ જ્યાં અકસ્માતની ઘટના બની હતી, ત્યાં જ કારમાં સવારે યુવકોને લઈને આવી હતી. ત્યાર પછી એક પછી એક કરીને યુવકોને જાહેરમાં બધાની નજર સામે બરાબરનો મેથીપાક આપ્યો હતો. આ દ્રશ્યો જોઈને ત્યાંથી પસાર થતાં સૌ કોઈ લોકોએ પોલીસના વખાણ કર્યા હતા.
અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ ઉપર બનેલી અકસ્માતની ઘટના બાદ ગુજરાતની તમામ શહેરની પોલીસ એક્શન મોડમાં છે અને બેફામ રીતે કાર ચલાવનાર અને સ્ટંટ બાજી કરનાર લોકોને બરાબરનો મેથીપાક આપી રહે છે. આ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment