હનુમાન દાદાની પરમિશન લઈને અયોધ્યા જશે પીએમ નરેન્દ્ર મોદી,જાણો કેટલા વાગે ભગવાન રામનો થશે અભિષેક?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 22મી જાન્યુઆરીએ શ્રી રામનો 22મી જાન્યુઆરીએ શ્રી રામ જન્મભૂમિમાં પ્રવેશ કરશે. એવું માનવામાં આવે છે કે હનુમંત લલ્લા અયોધ્યામાં રાજા તરીકે બિરાજમાન છે અને તેમની પરવાનગી વિના અહીં કોઈપણ પ્રકારનું શુભ કાર્ય કરવામાં આવતું નથી ત્યારે આ માન્યતાના કારણે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હનુમંતલાલાના દરબારમાં હાજરી આપશે અને

તેમની પાસે પરવાનગી લેશે ત્યારબાદ રામ જન્મભૂમિ તરફ પ્રયાણ કરવામાં આવશે અને આ કાર્યક્રમમાં 8 થી 10,000 મહેમાનો આવવાની અપેક્ષા છે અને લગભગ 100 જેટલા ચાટર પ્લેન દ્વારા મહેમાનો આવશે અને કાર્યક્રમમાં આવનાર મહેમાનોને ખાસ ઓળખકાર્ડ આપવામાં આવશે.16 જાન્યુઆરીથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની વિધિઓ શરૂ થશે અને ધાર્મિક વિધિમાં

પ્રધાનમંત્રી મોદી સૌથી પહેલા સંકલ્પ લેશે અને દેશને સમર્પિત કરશે. તેઓ પૂજા કરશે ને તે પૂજા લગભગ ૨૦ મિનીટ સુધી ચાલશે અને પછી ગર્ભગૃહમાં પૂજાનો કુલ સમય 40 મિનિટનો રહેશે અને 22 જાન્યુઆરીએ રામલલાના અભિષેક માટે 84 સેકન્ડ નો અતિ સુક્ષ્મ મુરત હશે. પૂજા દરમિયાન ગર્ભગૃહમાં 11 લોકો હાજર રહી શકે છે

અને આ પૂજા આચાર્ય લક્ષ્મીકાંત અને ગણેશ્વર દ્રવિડ ના નિર્દેશનમાં થશે.વાલ્મિકી રામાયણમાં ઉલ્લેખ છે કે જ્યારે ભગવાન શ્રીરામ સાકેત ધામ જવાનું શરૂ કર્યું ત્યારે તેને તે પહેલા હનુમાનજીનો રાજ્યભિષેક કર્યો હતો અને હનુમાનજીનું અનુમતિ લીધા વિના રામના દર્શન અને પૂજાનો લાભ પણ મળી શકતો નથી

અને માતા-પિતાએ પણ તેમને અમરત્વનું વરદાન આપ્યું હતું અને કહ્યું હતું કે અજર અમરગુણ નિધિ સુતું હોઉ.22 જાન્યુઆરીએ રામ લલ્લાના અભિષેક માટે 84 સેકન્ડનો અતિ સૂક્ષ્મ મુહૂર્ત હશે, જે 12:29 મિનિટ 8 સેકન્ડથી 12:30 મિનિટ 32 સેકન્ડ સુધીનો રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*