પ્રધાનમંત્રી મોદી જ્યાં ચા વેચતા હતા તે જગ્યાનું આજે નવા રૂપમાં ઉદ્ઘાટન કરશે PM મોદી, જાણો ગુજરાતને શું મળશે મોટી ભેટ…

Published on: 11:49 am, Fri, 16 July 21

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરૂવારના રોજ કર્મભૂમિ કાશીમાં હતા. આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાંજે ચાર વાગે ગુજરાતમાં રેલ પરીયોજના નું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત તેઓ એકાટીકસ, રોબોટીક્સ ગેલેરી અને નેચરલ પાર્ક રાજ્યની જનતા માટે ખુલ્લો મૂકશે.

ગુજરાતમાં ગાંધીનગરમાં આજે રેલવે સ્ટેશન નું ઉદઘાટન કરશે. આ ઉપરાંત પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ ના આધારે પુનર્વિકસિત આ રેલવે સ્ટેશનમાં સુવિધાઓની ભરમાર છે.

ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશનને 71 કરોડ રૂપિયાના ખર્ચે આધુનિક બનાવવામાં આવ્યું છે. રેલવે સ્ટેશનમાં આધુનિક લાઇટિંગની પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ઉપરાંત રેલવે સ્ટેશનની ઉપરની હોટલમાં 5 સ્ટાર હોટલ પણ હશે.

ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના વડનગર રેલવે સ્ટેશનનું પણ વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કરશે. આ એ જ વડનગર રેલવે સ્ટેશન છે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નાના હતા ત્યારે ટ્રેનમાં ચા વેચતા હતા.

વડનગર રેલ્વે સ્ટેશનની આજે કર્યાક્લ્પ થનારી છે. આ ઉપરાંત ઉદઘાટનની સાથે વડનગર બ્રોડ ગજ રેલ્વે સ્ટેશન સેન્ટ્રલ રેલ્વે ના માધ્યમથી દેશના અન્ય ભાગોમાં જોડાશે.

આ ઉપરાંત વડનગર સ્ટેશનની ઇમારતોમાં પથ્થરની નકશીકામ કરાયું છે. આ ઉપરાંત આખા રેલવે સ્ટેશનને હેરિટેજ લુક અપાયો છે. ઉપરાંત આ રેલવે સ્ટેશન પર 2 યાત્રી પ્લેટફોર્મને અને એક ફૂટ ઓવરબ્રિજ હશે.

આ ઉપરાંત યાત્રીઓ માટે વેઇટિંગ એરિયા અને કેફેટરિયા રૂમ પણ હશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના પિતાની ચાની દુકાન પર કામ કરતા હતા. અને ટ્રેનમાં જનાર યાત્રીઓને ચા વેચતા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment on "પ્રધાનમંત્રી મોદી જ્યાં ચા વેચતા હતા તે જગ્યાનું આજે નવા રૂપમાં ઉદ્ઘાટન કરશે PM મોદી, જાણો ગુજરાતને શું મળશે મોટી ભેટ…"

Leave a comment

Your email address will not be published.


*