ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં આમ આદમી પાર્ટી નો વર્ચસ્વ દિવસેને દિવસે વધી રહ્યું છે. અલગ-અલગ જિલ્લાઓ, ગામડાઓ અને શહેરોમાંથી ભાજપ અને કોંગ્રેસ થી કંટાળેલા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે.
ત્યારે ગુજરાત રાજ્યમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સપાટી નું એક વર્ષ પૂર્ણ થઇ ગયું છે. તેવામાં ગુજરાતના ડાંગ જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપ પોતાનો ગઢ જમાવીને બેઠું છે.
ત્યારે ડાંગના કેટલાક ભાજપના કાર્યકરો ભાજપ પાર્ટી થી કંટાળી ને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે ભાજપના કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાતા ભાજપને ખૂબ જ મોટો ઝટકો લાગ્યો છે.
દિવસેને દિવસે મોટા ભાગના ભાજપના કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે આ ભાજપ માટે ચિંતાનો વિષય બની ગયો છે.
આ ઉપરાંત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા, ઈશુદાન ગઢવી, મહેશ સવાણી અને પ્રવીણ રામ અલગ-અલગ ગામડાઓ અને જિલ્લામાં જઈને ત્યાંના લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવી રહ્યા છે.
આ ઉપરાંત જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આવ્યા ત્યારે તેમને જાહેરાત કરી હતી કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતની 182 બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઊભા રહેશે. અને તેની તૈયારીઓ આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.