દેશમાં ફરી એક વખત પેટ્રોલના ભાવમાં ભડકો, જાણો આજનો પેટ્રોલ-ડીઝલનો ભાવ…

દેશમાં ફરી એક વખત સરકારી તેલ કંપનીઓ દ્વારા પેટ્રોલના ભાવમાં વધારો કરવામાં આવ્યો. આજે પેટ્રોલમાં પ્રતિ લિટરે 30 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. ત્યારે સરકારી તેલ કંપનીઓ દ્વારા ડીઝલના ભાવમાં કોઇ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી. ઉપરાંત મુંબઈમાં પેટ્રોલમાં પ્રતિ લિટર 29 પૈસાનો વધારો થયો છે.

છેલ્લા 41 દિવસના પેટ્રોલમાં પ્રતિ લિટર 10.79 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર 8.99 રૂપિયાનો વધારો થયો છે. જુલાઈ મહિનામાં 9 વખત પેટ્રોલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જૂન મહિનામાં પણ પેટ્રોલના ભાવમાં 16 વખત વધારો કરવામાં આવ્યો હતો.

દેશમાં મોટાભાગના રાજ્યોમાં પેટ્રોલનો ભાવ સો રૂપિયાને પાર પહોંચી ગયો છે. જેમાં તેલંગાણા આંધ્ર પ્રદેશ કર્ણાટક મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન બિહાર તમિલનાડુ ઓરિસ્સા જમ્મુ કશ્મીર લદાખ દિલ્હી પોંડિચેરી સિક્કિમ પંજાબ કેરળ અને પશ્ચિમ બંગાળમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયો છે.

દિલ્હીમાં પેટ્રોલનો પ્રતિ લીટર ભાવ 101.84 રૂપિયા અને ડીઝલનો પ્રતિલીટર ભાવ 87.87 રૂપિયા પહોંચ્યો છે. મુંબઈમાં પેટ્રોલનો પ્રતિ લીટર ભાવ 107.83 રૂપિયા અને ડીઝલનો પ્રતિલીટર ભાવ 97.45 રૂપિયા પહોંચ્યો છે.

ચેન્નઈમાં પેટ્રોલનો પ્રતિ લીટર ભાવ 102.49 રૂપિયા અને ડીઝલ નો પ્રતિ લીટર ભાવ 94.39 રૂપિયા પહોંચ્યો છે. કોલકાતામાં પેટ્રોલનો પ્રતિ લીટર ભાવ 102.08 રૂપિયા અને ડીઝલનો પ્રતિ લિટર ભાવ 93.02 રૂપિયા પહોંચ્યો છે

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં દરરોજ સવારે 6 વાગ્યે ફેરફાર થાય છે. 6 વાગ્યા બાદ પેટ્રોલ અને ડીઝલ નો નવો ભાવ લાગુ પડે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય બીજી વસ્તુઓ ઉમેરાતા તેનો ભાવ બે ગણો થઈ જાય છે.

ઉપરાંત વિદેશી મુદ્રા દરો ની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલનો ભાવ શું છે તેના પરથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. ઘરે બેઠા બેઠા પેટ્રોલ અને ડીઝલનો ભાવ જાણવો હોય તો SMS દ્વારા જાણી શકો છો.

સૌપ્રથમ ઇન્ડિયન ઓઇલ ની વેબસાઇટ અનુસાર તમે RSP અને તમારા શહેર નો કોડ લખીને 9224992249 નંબર પર મોકલવાનો રહેશે. HPCL ના ગ્રાહકોને HPprice લખીને 9222201122 નંબર પર મેસેજ મોકલવાનો રહેશે. આ ઉપરાંત BPCL ના ગ્રાહકોને RSP લખીને 9223112222 નંબર પર મેસેજ મોકલવાનો રહેશે. ત્યારબાદ તમે પેટ્રોલ-ડીઝલના ભાવ જાણી શકો છો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*