ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો, પ્રથમ વખત આ શહેરમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર..

સમગ્ર દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ દિવસેને દિવસે વધતા જાય છે મોટાભાગના રાજ્યોમાં પેટ્રોલ ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયો છે ત્યારે ગુજરાતમાં પણ પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. ગુજરાતમાં ગીર સોમનાથ જિલ્લામાં પેટ્રોલ પ્રતિ લીટર ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયો છે.

પેટ્રોલ ની જેમ ડીઝલ પણ ટૂંક જ સમયમાં 100 રૂપિયાને પાર પહોંચી જશે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં કૂડ ના ભાવમાં ઘટાડો હોવા છતાં પેટ્રોલના ભાવમાં વધારો થઈ રહ્યો છે.

સતત ભાવ વધારાના કારણે સામાન્ય જનતાની કમર તૂટી ગઈ છે. આ ઉપરાંત પેટ્રોલનું વેચાણ પણ ઘટી રહ્યું છે. ગીર સોમનાથમાં પેટ્રોલ પ્રતિ લીટર ભાવ 100.16 રૂપિયાએ પહોંચી ગયો છે.

આજથી બે વર્ષ પહેલાં પેટ્રોલનું દરરોજનું દસ હજાર લિટર નું વેચાણ હતું પરંતુ આજે 1000 લીટર પણ માંડ વેચાઈ રહ્યું છે. આ ઉપરાંત પેટ્રોલ પંપના માલિકોને કમિશનમાં પણ કોઈ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી.

ઉપરાંત દેશની જનતાને પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાને સાથે અન્ય ચીજ વસ્તુઓમાં પણ મોંઘવારી સહન કરવી પડે છે. જો આગામી દિવસમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આમ જ વધતાં રહ્યાં છો દેશમાં માત્ર ગરીબ અને અમીર એમ બે વર્ગ રહે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

કોરોનાની મહામારી ના કારણે ઘણા લોકોના ધંધા ભાંગી પડયા છે અને એવામાં મોંઘવારીની મહામારી વધી રહી છે. એક તરફ સામાન્ય જનતાની આવક ઘટી રહી છે તો બીજી તરફ ખર્ચાઓ વધી રહ્યા છે.

પેટ્રોલ-ડીઝલમાં વધારાના કારણે સામાન્ય જનતાને મુસાફરી કરવામાં ખૂબ જ પરેશાની થઇ રહી છે. જો રાજ્ય સરકાર પોતાના ટેક્સ ઘટાડે તો પેટ્રોલ અને ડિઝલમાં સામાન્ય જનતાને થોડીક રાહત મળી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*