દેશમાં દિવસેને દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાની જગ્યાએ વધારો થઈ રહ્યો છે તેના કારણે દેશની જનતા ખૂબ જ પરેશાન છે. આજે દેશના પેટ્રોલ પ્રતિ લીટર 29 પૈસાનો વધારો થયો અને ડીઝલની કિંમતમાં પ્રતિ લિટર 30 પૈસાનો વધારો થયો છે.
પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સાથે આજે દિલ્હીમાં પેટ્રોલ પ્રતિ લીટર ભાવ 96.41 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર ભાવ 87.28 પહોંચી ગયો છે. છેલ્લા ૨૫ દિવસમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ધીમે ધીમે વધારો થતા પેટ્રોલની કિંમતમાં 6.09 રૂપિયા થયો છે.
અને ડીઝલની કિંમતમાં 6.30 રૂપિયાનો વધારો થયો છે. આજે મુંબઈ શહેરમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 102.58 રૂપિયા અને ડીઝલની કિંમતમાં પ્રતિ લીટર ભાવ 94.70 રૂપિયાનો વધારો થયો છે.
કોલકાતામાં પેટ્રોલમાં પ્રતિ લીટર ભાવ 96.34 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર ભાવ 90.12 રૂપિયા થયો છે. ચેન્નઈમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 97.69 રૂપિયા અને ડીઝલની કિંમતમાં પ્રતિ લીટર ભાવ 91.92 રૂપિયા થયો છે.
દેશમાં મુંબઈ, હૈદરાબાદ, જયપુર, ગંગાનગર અને ભોપાલમાં પેટ્રોલ ડીઝલમાં પ્રતિલીટર ભાવ રૂપિયાને પાર પહોંચી ગયો છે. દરરોજ પેટ્રોલ-ડીઝલના ભાવ સવારે 6 વાગે ફેરફાર કરવામાં આવે છે. 6 વાગ્યાથી તમામ શહેરોમાં નવા પેટ્રોલનો ભાવ લાગુ રહે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment