રશિયા અને યુક્રેન વચ્ચેના ચાલી રહેલા વિવાદના વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં ઘટાડો થયો છે. રશિયાને યુક્રેનના કારણે ત્રણ સપ્તાહથી આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલનો ભાવ વધતો હતો. પરંતુ હાલમાં ભાવ ઘટાડો થયો છે અને કાચા તેલનો ભાવ 100 ડોલર પ્રતિ બેરલની નીચે પહોંચી ગયું છે.
આવી સ્થિતિમાં ભારતીય કંપનીઓ માટે મોટા રાહતના સમાચાર છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં ઘટાડો થતાં ભારતમાં હજુ થોડાક દિવસ પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહી શકે છે. યુક્રેન અને રશિયાના વિવાદના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલનો ભાવ 130 ડોલર પ્રતિ બેરલ પહોંચી ગયો હતો.
ત્યારે હવે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલનો ભાવ 100 ડોલર પ્રતિ બેરલ પહોંચી ગયો છે. દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવની વાત કરીએ તો દિવાળી એટલે કે નવેમ્બર 2021થી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈપણ પ્રકારનો ફેરફાર થયો નથી.
દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ની વાત કરીએ તો દેશની રાજધાની દિલ્હીમાં આજનો પેટ્રોલનો ભાવ 95.41 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલના ભાવ 86.67 રૂપિયા પ્રતિ લીટર નોંધાયો છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ 109.98 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 94.14 રૂપિયા પ્રતિ લીટર નોંધાયો છે.
કોલકાતામાં પેટ્રોલનો ભાવ 104.67 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 89.79 રૂપિયા પ્રતિ લીટર નોંધાયો છે. ચેન્નઈમાં પેટ્રોલનો ભાવ 101.40 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 91.43 રૂપિયા પ્રતિ લીટર નોંધાયો છે.
આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવના આધારે દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કે ઘટાડો થાય છે. પરંતુ દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવની વાત કરીએ તો નવેમ્બર 2021થી પેટ્રોલ અને ડીઝલનો ભાવ સ્થિર જોવા મળી રહ્યો છે. અને હજુ પણ આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ સ્થિર જોવા મળશે તેવી શક્યતાઓ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment