પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે પણ થયો વધારો, જાણો આજના ભાવ…

Published on: 9:34 am, Wed, 6 October 21

દેશમાં દિવસેને દિવસે જીવન જરૂરિયાત વસ્તુઓ અને પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે ફરી એક વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 30 પૈસા અને ડિઝલના ભાવમાં પ્રતિ લિટર 35 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.

મુંબઈમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારા ની વાત કરીએ તો મુંબઈમાં પ્રતિ લીટર પેટ્રોલના ભાવમાં 52 પૈસાનો વધારો અને પ્રતિ લીટર ડીઝલના ભાવમાં 49 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.

દિલ્હીમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 102.94 રૂપિયા અને પ્રતિ લિટર ડીઝલનો ભાવ 91.42 રૂપિયા નોંધાયો છે. મુંબઈમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 108.96 રૂપિયા અને પ્રતિ લિટર ડીઝલનો ભાવ 99.17 હજાર રૂપિયા નોંધાયો છે.

ચેન્નાઈમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 100.49 રૂપિયા અને પ્રતિ લિટર ડીઝલનો ભાવ 95.93 રૂપિયા નોંધાયો છે. કોલકાતામાં પ્રતિ લિટરનો ભાવ 103.65 રૂપિયા અને પ્રતિ લિટર ડીઝલનો ભાવ 94.53 રૂપિયા નોંધાયો છે.

દેશમાં પેટ્રોલના ભાવની વાત કરીએ તો મધ્ય પ્રદેશ, જમ્મુ કાશ્મીર, મહારાષ્ટ્ર, મણિપુર, તેલંગાના, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, ત્રિપુરા, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, પંજાબ, બિહાર, છત્તીસગઢ, દિલ્હી, કર્ણાટક, પોંડીચેરી, ઓરિસ્સા, નાગાલેન્ડ, પંજાબ અને બિહારમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયો છે.

દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ની વાત કરીએ તો દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કે ઘટાડો થાય છે અને 6 વાગ્યા બાદ પેટ્રોલ અને ડીઝલનો ભાવ લાગુ પડે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં સતત વધારાના કારણે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે પણ થયો વધારો, જાણો આજના ભાવ…"

Leave a comment

Your email address will not be published.


*