પેટ્રોલ-ડીઝલના ભાવ વધુ થતા લોકો ફરવાનું ઓછું પસંદ કરી રહ્યા છે. મોટા મોટા શહેરોમાં ફરવા કરતાં પોતે વ્યવસાયીક કામો માટે વ્હિકલ નો સહારો લેવો પડતો હોય છે ત્યારે ખૂબ લાંબા સમય બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે.
જોકે હજુ એટલો બધો ઘટાડો થયો નથી પરંતુ લોકોને આશા છે કે હવે ધીમે ધીમે પેટ્રોલ ડીઝલ ના ભાવમાં ઘટાડો થશે. આપણો દેશ બહારથી પેટ્રોલની આયાત કરે છે ત્યારે ઇન્ટરનેશનલ માર્કેટમાં પેટ્રોલના ભાવે આપણો દેશ પેટ્રોલ ખરીદે છે.
અને આ પેટ્રોલ પર કેન્દ્ર સરકાર ટેક્સના કે છે ત્યારબાદ અલગ અલગ રાજ્ય સરકાર વસૂલે છે અને ત્યારબાદ ટ્રાન્સપોર્ટ નો ખર્ચ પણ લાગે છે.
પેટ્રોલના ભાવમાં 21 પૈસાનો ઘટાડો થયો છે જ્યારે ડીઝલના ભાવમાં 25 પૈસાનો ઘટાડો થયો છે. દેશના પાટનગર દિલ્હીમાં પેટ્રોલની કિંમત 90.56 રૂપિયા પ્રતિ લીટર થાય છે.
તો બીજી બાજુ મુંબઈમાં તો દિલ્હી કરતા પણ પેટ્રોલનો ભાવ વધુ જોવા મળ્યો છે. મુંબઈમાં પેટ્રોલ ની કિંમત 96.98 રૂપિયા પ્રતિ લીટર રહ્યું છે.
ગુજરાતમાં અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો ગઈકાલે પેટ્રોલનો ભાવ 87.93 રૂપિયા પ્રતિ લીટર હતો જયારે હાલ ઘટીને તે 87.72 રૂપિયા થયા છે.
તો ડીઝલનો ભાવ ગઈકાલે 87.36 રૂપિયા પ્રતિ લીટર હતો જે ઘટીને 87.11 થયો હતો. હાલમાં ગુજરાતમાં ભાવનગર જિલ્લામાં પેટ્રોલનો ભાવ સૌથી વધારે છે જે 89.49 રૂપિયા પ્રતિ લીટર છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment