ફરવા જવાના શોખીન લોકો આ વિડીયો જરૂર જોજો…! આ જગ્યાએ ધોધનું પાણી નીચે જવાના બદલે ઉપર જાય છે – જુઓ આ અનોખો વિડિયો…

મિત્રો આ દુનિયામાં ઘણા એવા રહસ્યમય સ્થળ છે, જ્યાં આજે પણ મનુષ્ય પહોંચી શક્યા નથી. ઘણા એવા સ્થળો પણ છે જ્યાં કુદરતનો એક અદભુત નજારો જોવા મળે છે. ત્યારે ભારત દેશમાં પણ આવા ઘણા સ્થળો છે. ત્યારે મહારાષ્ટ્રમાં નાને ઘાટનો રિવર્સ વોટરફોલ લોકોની એક જીજ્ઞાસાનો વિષય બની ગયો છે.

આ વોટરફોલ એક રહસ્યમય સ્થળ તરીકે ઓળખાય છે. નાના ઘાટનો રિવર્સ વોટરફોલ મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટમાં પુણેમાં જુનનર પાસે આવેલું છે. લગભગ મુંબઈથી ત્રણ કિલોમીટર દૂર છે. આ ધોધ પોતાના રિવર્સ ધોધ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે.

અહીં ચોમાસાની ઋતુમાં એક અલગ જ નજારો જોવા મળે છે. અહીં વરસાદ પડે ત્યારે કુદરતના અદભુત નજારા જોવા મળે છે. ચોમાસાની ઋતુમાં રિવર્સ વોટરફોલ જોવા માટે મોટી સંખ્યામાં લોકો અહીં આવે છે. નાને ઘાટના ધોધની ખાસિયત એ છે કે, અહીં ધોધનું પાણી નીચે પડવાના બદલે ઉપર જાય છે.

આ કારણસર આ ધોધને રિવર્સ વોટરફોલ નામ આપવામાં આવ્યું છે. ઘણા લોકો વિચારી રહ્યા છે કે પાણી નીચે પડવાના બદલે ઉપર કેમ જઈ રહ્યું છે. વૈજ્ઞાનિકોના મતે એવું કારણ આપવામાં આવ્યું છે કે, પવનનું મજબૂત બળ છે જે વહેતા પાણીને ઉપરની તરફ ધકેલે છે.

ખરેખર આ વોટરફોલ પર ઓવન ખૂબ જ ઝડપથી ફુકાય છે, આ કારણોસર ધોધનું પાણી નીચે જવાના બદલે ઉપર આવે છે. ચોમાસામાં આ જગ્યાએ કુદરતના અદભુત નજારા જોવા મળે છે અને મોટી સંખ્યામાં લોકો અહીં વિઝીટ પર આવે છે.

રિવર્સ વોટર ફોલનો આ અદભુત નજારો ઈન્સ્ટાગ્રામ પર maharashratravel નામના એકાઉન્ટમાં પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. વાયરલ થઈ રહેલો આ વિડીયો જોઈને ભલભલા લોકો ચોકી ઉઠ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*