8 ફૂટ લાંબો અને અઢી ફૂટ ઊંડા ખાડામાં સળગતા કોલસા પર લોકો ચાલ્યા – જુઓ વિડિયો

85

મધ્યપ્રદેશમાં મંદસૌર જિલ્લાના સીતામઉના ભગોર ગામમાં નવરાત્રિના અંતિમ દિવસે ચૂલાનું આયોજન કરવામાં આવ્યું હતું. માતાજીની આસ્થા અને ભક્તિના ઘણા રૂપોમાંથી આ પણ એક આસ્થાનું રૂપ છે. અહીં દર વખતે નવરાત્રિના અંતિમ દિવસે ચૂલાનું આયોજન કરવામાં આવે છે.

અને અહીં ભક્તો સળગતા કોલસા પર ચાલીને પોતાની ભક્તિની અગ્નિ પરીક્ષા આપે છે. આ જોવા માટે જિલ્લાના ખૂણે ખૂણેથી ભક્તો આવે છે. સળગતા કોલસા પર ચાલવાની આ પરંપરા લગભગ 100 વર્ષ જૂની છે.

મળતી માહિતી અનુસાર નવરાત્રિમાં ઘટ સ્થાપનથી લઈને નવમા નોરતા સુધી શ્રદ્ધાળુઓ માતાજીની આરાધના કરે છે. અને છેલ્લા દિવસે જ્યારે ચૂલા નું આયોજન કરવામાં આવે છે ત્યારે અહીં ગરબા-રાસ અને અન્ય કાર્યક્રમો પણ યોજવામાં આવે છે.

અહીં નવરાત્રિના અંતિમ દિવસે માતાજીના વિસર્જન દરમિયાન હવન પૂજનનો કાર્યક્રમ પણ થાય છે. અને ત્યારબાદ સાંજે ચૂલાનું આયોજન કરવામાં આવે છે. ગામના લોકો દ્વારા તેમને વિસર્જન કહેવામાં આવે છે.

મળતી માહિતી અનુસાર અહીં નવમીના દિવસે અઢી ફૂટ ઊંડો અને 8 ફૂટ લાંબો ખાડો ખોદવામાં આવે છે અને તેની અંદર લાકડા નાખીને સળગાવવામાં આવે છે. ત્યારબાદ ગામના લોકો દેશી ઘી નાખીને અંગારાઓ નાખે છે. ત્યારબાદ માતાજી ના તમામ ભક્તો સળગતા કોલસા પર ખુલ્લા પગે ચાલે છે.

આ કાર્યક્રમ વર્ષોથી થતું આવે છે અને અત્યાર સુધીમાં કોઈપણ ભક્ત અને સળગતા કોલસા પર ચાલવાના કારણે કોઇ ઇજા પહોંચી નથી. પણ મોટી દુર્ઘટના પણ બની નથી. સળગતા કોલસા પર નાના બાળકો પણ ચાલે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!`