રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ શનિવારના રોજ વિસનગરમાં હાજર હતા. આ બંને નેતાઓએ શનિવારના રોજ વિસનગરમાં બે લોકપણ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ રાજ્યની જનતાને સલાહ આપતા કહ્યું કે કોરોનાના નિયમનું પાલન કરવું જોઇએ અને કોરોના થી સાવચેત રહેવું જોઈએ તેવી સૂચના આપી રહ્યા હતા.
અને બીજા અન્ય મુદ્દા પર પણ તેઓ ચર્ચા કરી હતી. વિસનગર માં આવેલું પિંડારિયા તળાવ નું લોકાર્પણ કર્યું હતું. તેમજ સી આર પાટીલ અને નીતિન પટેલ સરકારી હોસ્પિટલમાં નવીન ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું.
આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક નિવેદન આપતા કહ્યું કે ‘ કોરોના ચીન જેવો છે, અને ચીનઓ કોરોના જેવા છે. ગમે ત્યારે ગમે તે કરે, તેમનો વિશ્વાસ ન કરાય.’
નીતિન પટેલનું નિવેદન સાંભળીને કાર્યક્રમમાં ઉપસ્થિત લોકો ખડખડાટ હસવા લાગ્યા. આ ઉપરાંત નીતિન પટેલે રાજ્યની જનતાને માસ્ક પહેરવાની અને સામાજિક અંતર જાળવી રાખવાની સલાહ આપી.
ઉપરાંત રાજ્યની જનતાને કોરોના ની રસી માટે જાગૃત કર્યા અને રાજ્યની જનતાને અપીલ કરી કે વેક્સિન જરૂર લેજો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!