અમદાવાદના ધોળકા નજીક આવેલું સુપ્રસિદ્ધ સુરાપુરા ગામ ભોળાદ પણ લાખો શ્રદ્ધાળુઓનું આસ્થા નું કેન્દ્ર છે. મિત્રો અહીં સોમવાર અને મંગળવારે મોટી સંખ્યામાં ભક્તોના ઘોડાપૂર ઉમટી પડતા હોય છે અને અહીં આવતા ભક્તો માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે
જેના માટે હજારો સ્વયંસેવકો રાત દિવસ મહેનત કરતા હોય છે.હાલ ભોળાદમાં વાર્ષિક પાટોત્સવ ની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે અને પાટોત્સવને ભવ્ય બનાવવા સ્વયંસેવકો કામે લાગી ગયા છે અને આગામી પાટોત્સવમાં પાંચ લાખથી વધુ લોકો આપવાનો ટાર્ગેટ છે જેને લઈને તમામ પ્રકારની સુવિધા ઉભી કરવામાં આવી છે.
આ બાબતે સ્વયંસેવક યશભાઈ ગોધાણીએ જણાવ્યું કે આપણે આ ત્રણ દિવસ તો રસોડું ચાલુ જ રહેતું હોય છે પણ આ પાટોત્સવમાં આપણે કોઈ ટાર્ગેટ લઈને નથી ચાલતા ત્યારે 24 કલાક રસોડું ચાલી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે ને તેઓ જ બાપુનો આદેશ છે.
પાટોત્સવ સાંજે ચાલુ થશે ને બીજા દિવસે સવારે સાત વાગ્યા સુધી આપણું રસોડું ચાલુ રહેશે.સ્વયંસેવક યશભાઈ ફરી એકવાર કહ્યું કે આ વખતે પાટોત્સવનું જે આયોજન થયું છે તે જોરદાર રીતે કામ થઈ રહ્યું છે અને તે સાત વર્ષથી જે પાટોત્સવ થાય છે તેનાથી અલગ પાટોત્સવ થશે જે લોકો આવશે જોવા માટે આ વખતે પાટોત્સવ માં વિશેષ આયોજન છે અને જલસો પડવાનો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment