‘પોલીસ બનવાનું સપનું પૂરું ન થતા’ પાટીદાર યુવકે ગળાફાંસો ખાઈ લીધો, સુસાઇડ નોટ વાંચીને ભાવુક થઈ જશો…પટેલ પરિવારમાં માતમ છવાઈ ગયો…

ગુજરાતમાં દિવસેને દિવસે સુસાઇડની ઘટનાઓ વધી રહી છે. ત્યારે ભાવનગરમાં બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક 30 વર્ષના પટેલ યુવકે સુસાઇડ નોટ લખીને ગળાફાંસો ખાઈ લીધો છે. આ ઘટના ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં બની હતી.

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો શહેરના વડવા ચોર વિસ્તારમાં શ્રીજી અગરબત્તી વાળા ખાચામાં રહેતા 30 વર્ષીય હિતેશભાઈ ભરતભાઈ સોરઠીયા પોતાના કોલેજનો અભ્યાસ પૂર્ણ કરીને સરકારી નોકરી મેળવવા માટે પ્રયત્નો કરી રહ્યા હતા. હિતેશભાઈ પોલીસની ભરતી માટે બે થી ત્રણ વખત જોડાયા હતા પરંતુ તેઓ પાસ ન થયા અને તેઓ હિંમત હારી ગયા હતા.

પોતાનું સપનું ન પૂરું થતાં હિતેશભાઈ માનસિક ડરના સાથે ડિપ્રેશનમાં ચાલ્યા ગયા હતા. આખરે પોતાના જીવનથી કંટાળીને અને હતાશ થઈને તેમને સુસાઇડ નોટ લખીને પોતાના જ ઘરમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટના બનતા જ પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

હિતેશભાઈએ રવિવારના રોજ ગળાફાંસો ખાઈને આ પગલું ભર્યું હતું. પોતાના મૃત્યુ પહેલા તેમને એક સુસાઇડ નોટ લખી હતી. જેમાં લખ્યું હતું કે, “હું મારી મરજીથી મારું જીવન મરું છું, તો મારા મમ્મી-પપ્પા અને ભાઈઓને હેરાન ન કરતા. મને માફ કરી દેજો હું આ પગલું ભરો છો તો…મારું સપનું હતું પોલીસ બનવાનું…,

હિતેશભાઈના મૃત્યુના કારણે સમગ્ર પટેલ સમાજમાં માતમ છવાઈ ગયો છે. ત્યારે આ બનાવની જાણ થતા જ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલીયા ગઈકાલે સાંજના સમયે મૃત્યુ પામેલા યુવાનના ઘરે પહોંચ્યા હતા અને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

મૃત્યુ પામેલા યુવકના કાકા મનીષભાઈ સોરઠીયા એ જણાવ્યું કે, મારો ભત્રીજો પોલીસની તૈયારી કરી રહ્યો હતો. તેના પગમાં ફેક્ચર થયું હતું છતાં પણ તે પોલીસમાં જવા માટે હાર ન માની હતી અને તૈયારી કરી હતી. પણ છતાં પણ બીજી વખત પરીક્ષા આપી પણ પછી તે હતાશ થઈ ગયો અને તેને આ પગલું ભરી લીધું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*