મિત્રો આ જગતમાં મોત ક્યારે અને કેવી રીતે આવે તે કોઈને ખબર રહેતી નથી. ત્યારે હાલમાં બનેલો તેવી જ એક બનાવો સામે આવી રહ્યો છે. આ ઘટનામાં નાની ઉંમરે ખેડૂતના દીકરાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. લાડકવાયા દીકરાનું મોત થતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડો તૂટી પડ્યો હતો. પરિવારના સભ્યોએ પોતાના દીકરાને ગુમાવ્યા બાદ એક માનવતા મહેકાવે તેવું ખૂબ જ સુંદર કાર્ય કર્યું છે.
પરિવારના સભ્યોએ પોતાના દીકરાનું અંગદાન કરીને 7 લોકોને નવું જીવનદાન આપ્યું છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો અંકલેશ્વરના હજાત ગામના 24 વર્ષના શૈશવ નામના યુવકને અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અહીં તેને બ્રેઇનડેડ જાહેર કર્યું હતું.
દીકરાના મૃત્યુ બાદ પરિવાર ઇચ્છતું હતું કે દીકરાના શરીરના 7 અંગનો દાન કરવામાં આવે. પછી દીકરાનું અંગદાન કરવામાં આવ્યું હતું. વિગતવાર વાત કરીએ તો મેકેનિકલ એન્જિનિયર અને કોળી પટેલ સમાજના 24 વર્ષીય શૈશવ 13 માર્ચના રોજ રાત્રે 8:30 વાગ્યાની આસપાસ પોતાનું બુલેટ લઈને પોતાના ગામમાં જઈ રહ્યો હતો. ત્યારે રસ્તામાં બસ સ્ટેશન પાસે અચાનક જ તેનું બુલેટ સ્લીપ ખાઈ ગયું હતું.
આ અકસ્માતની ઘટનામાં તેના માથાના ભાગે ગંભીર ઈચ્છા પહોંચી હતી. ત્યારબાદ તેને સારવાર માટે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાંથી વધુ સારવાર માટે સુરત લાવવામાં આવ્યો હતો. સુરતમાં આવેલી એઈમ્સ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં યુવકની સારવાર ચાલુ હતી. સારવાર દરમિયાન 17 માર્ચ ના રોજ હોસ્પિટલમાં યુવકને બ્રેઈનડેટ જાહેર કરવામાં આવ્યો હતો. દીકરાનું મોત થતા જ પરિવારમાં માતમ છવાયો હતો. ત્યારબાદ પરિવારના સભ્યોએ દીકરાનું અંગદાન કરવાનું નક્કી કર્યું હતું.
ત્યારબાદ મૃત્યુ પામેલા યુવકનું હૃદય સુરતની મહાવીર હોસ્પિટલમાં, ફેફસા અમદાવાદની કેડી હોસ્પિટલમાં, લીવર ઝાયડસ હોસ્પિટલમાં અને બંને કિડનીઓ અમદાવાદની હોસ્પિટલમાં ફાળવવામાં આવી હતી. હાલમાં પરિવારના આ કાર્યની ચર્ચાઓ સમગ્ર ગુજરાત રાજ્યમાં ચાલી રહે છે. પરિવારનું આ સેવાકીય કાર્ય જોઈને આખા ગુજરાતમાં તેમના વખાણ થઇ રહ્યા છે. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા યુવકની બેસીને જણાવ્યું કે, મારો ભાઈ ભલે આજે અમારી વચ્ચે રહ્યો નથી.
મારો એકનો એક ભાઈ હતો. તેણે કરેલા અંગદાન થી એક નહીં પરંતુ 7 જેટલા વ્યક્તિઓને જીવનદાન મળ્યું છે. મારો એક ભાઈ રહ્યો નથી પણ મારા ભાઈઓ થકી મને દવા સાત ભાઈઓ મળ્યા છે. મિત્રો જ્યારે યુવકના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ત્યારે મોટી સંખ્યામાં લોકો તેમના જોડાયા હતા. અંતિમયાત્રામાં હાજર તમામ લોકોની આંખોમાં આંસુ હતા. અંતિમ વિદાય વખતે પરિવારના સભ્યોએ હૈયાફાટ રૂદન કર્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો