પટેલ યુવાને પોતાની માસુમ દિકરીનો જીવ લઈને ગળાફાંસો ખાઈ લીધું, બાપ-દીકરીનું કરુણ મોત… દીકરીના મૃતદેહ પાસેથી કંઈક એવું મળ્યું કે…

મિત્રો તમે બધાને ખબર હશે કે કોરોનાની મહામારીમાં ઘણા લોકોએ પોતાના પરિવારના સભ્યો અને ઘણાએ પોતાના આખા પરિવાર ગુમાવ્યા હતા. ત્યારે કપડવંજ માંથી તેઓ જ એક કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના વિશે સાંભળીને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. કપડવંજ ના એક પરિવારે કોરોનામાં પરિવારનો એક સભ્યો ગુમાવ્યો હતો અને તેનું દુઃખ સહન ન થતાં પિતાએ પોતાની 10 વર્ષની દીકરીનું ગળું દબાવીને તેનો જીવ લઈ લીધો અને પછી પોતે ગળાફાંસો ખાય એ લીધો.

આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો. જ્યારે સ્થાનિક લોકોએ રૂમનો દરવાજો ખોલ્યો ત્યારે પિતાનું મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યું હતું અને માસુમ દીકરીનું મૃતદેહ જમીન પર પડ્યું હતું. દીકરીના મૃતદે પાસેથી તેની મૃતક માતાનો ફોટો પણ મળી આવ્યો હતો. પોલીસની ઘટના સ્થળેથી એક સુસાઇડ નોટ પણ મળી છે. જેમાં આ પગલું કયા કારણોસર ભર્યું તેની કોઈ ચોક્કસ માહિતી આપવામાં આવી નથી.

પરંતુ એવું લખવામાં આવ્યું હતું કે “અમે આ દુનિયામાં રહેવા નથી માંગતા, હવે જવાનો સમય થઈ ચૂક્યો છે” મૃત્યુ પામેલા પટેલ યુવકનું નામ ભાવિકભાઈ અરવિંદભાઈ પટેલ હતું અને તેમની દીકરીનું નામ જોએલ હતું. તેમના પડોશીમાં રહેતા વિનોદભાઈ સોનીએ જણાવ્યું કે, પત્નીના મૃત્યુ બાદ ભાવિકભાઈ હંમેશા દુઃખી રહેતા હતા અને દરરોજ સ્ટેટસમાં તેમની પત્નીના ફોટા મુકતા હતા. ભાવિકભાઈ અને તેમની દીકરી ખૂબ જ સારા હતા. કોરોનાની મહામારી માં ભાવિકભાઈના પત્નીનું દુઃખદ નિધન થયું હતું.

પત્નીના મૃત્યુ બાદ ભાવિકભાઈ ખૂબ જ દુઃખી રહેતા હતા પરંતુ કોઈને ખબર પડવા દેતા ન હતા. મારો દીકરો અને ભાવિકભાઈ ની દીકરી બંને દરરોજ સાથે ટ્યુશન જતા હતા. ઘટનાના દિવસે ભાવિકભાઈ ની દીકરી ટ્યુશન આવવાની છે કે નહીં તે પૂછવા માટે મેં ભાવિકભાઈ ના ઘરનો દરવાજો ખખડાવ્યો હતો. ત્યારે તેમના ઘરનો દરવાજો ખુલ્લો હતો. પછી મેં અંદર જઈને જોયું ત્યારે ભાવિકભાઈનું મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યું હતું અને દીકરીનું મૃતદેહ જમીન પર પડ્યું હતું.

પછી મેં આ ઘટનાની જાણ આસપાસના લોકોને કરી હતી અને ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. મૃત્યુ પામેલી દીકરીના શરીર ઉપર ચાદર ઢાંકવામાં આવેલી હતી અને દીકરીના મૃતદેહની બાજુમાં તેની મૃતક માતાનો ફોટો પણ હતો. પોલીસને સુસાઇડ નોટ મળી હતી તેમાં લખ્યું હતું કે, અમારા બંનેનો હવે જવાનો સમય થઈ ચૂક્યો છે, અમે જઈએ છીએ, ભૂલચૂક માફ કરજો.

પોલીસે બાપ દીકરીના બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. હજુ સુધી પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો નથી. હાલમાં તો એવું કહેવામાં આવી રહ્યું છે કે પિતાએ સૌપ્રથમ પોતાની દીકરીનો જીવ લઈ લીધો અને પછી પોતે ગળાફાંસો ખાઈ લીધું. આ ઘટના લગભગ ગઈકાલે ત્રણ વાગ્યાની આસપાસ બની તેવું કહેવામાં આવી રહ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*