મહુવામાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મહુવા તાલુકાના ધામખડી જિલ્લાના એક યુવાને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. યુવાન પાસેથી સુસાઈડ નોટ પણ મળી આવી છે. મૃત્યુ પામેલા યુવાનનું નામ અંકિત જીવણભાઈ પટેલ હતું. તેની ઉંમર 24 વર્ષની હતી.
મળતી માહિતી અનુસાર તે ઓનલાઈન ગેમની માયા જાળમાં ફસાઈ ગયો હતો. અંકિતને ઓનલાઇન ગેમ મોટું દેવું થઈ ગયું હતું. આ વાતને લઈને અંકિતની ઘણું બધું ટેન્શન આવી ગયું હતું અને અંકિત ખૂબ જ ચિંતામાં રહેવા લાગ્યો હતો. આખરે અંકિતએ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.
ઉપરાંત અંકિતે એક સુસાઈડ નોટ પણ લખી હતી. મૃત્યુ પામેલા યુવાનના પરિવારજનો એ યુવાનના મૃત્યુ પર અનેક શંકાઓ ઉભી કરી હતી. મૃત્યુ પામેલા યુવાનને માતા-પિતા બંને મૂકબધિર છે. ઓનલાઇન ગેમની માયાજાળ ના કારણે માતા-પિતાએ પોતાનો એકનો એક દીકરો ગુમાવ્યો છે.
આ ઘટનાની જાણ જ્યારે માતા-પિતાને કરવામાં આવી ત્યારે તે બન્ને પડી ભાંગ્યા હતા. આ ઘટના વાલીઓ માટે ચેતવણીરૂપ છે. યુવાનના મૃત્યુના કારણે ગ્રામજનો અને પરિવારજનોમાં માતમ છવાઇ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે સુસાઇડ નોટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મૃત્યુ પામેલા અંકિતે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, I am really sorry, મને બહુ સમજાવ્યા છતાં પણ હું ન સુધર્યું. મેં ગેમ રમવાનું ચાલુ રાખ્યું. એ જેમ જ મારા અંતનું કારણ બની ગયું. રમી ગો એપ્લિકેશન મારી સાથે froud કરીને મારી પાસેથી અત્યાર સુધીમાં ચાર લાખ રૂપિયા લઈ લીધા છે. બધી લોન લેવા ગઈ ભૂલમાં.
દરેક વાલીઓ માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે. દરેક વાલીઓએ પોતાના બાળકનું જરૂરી ધ્યાન રાખવું જોઈએ કે મારો બાળક ફોનમાં શું કરી રહ્યો છે. જો તમારુ બાળક ખોટા રસ્તા પર હોય તો તેને શાંતિથી સમજાવો અને તેને તે વસ્તુથી દૂર કરો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment