ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વાયરસ ના નવા પોઝિટિવ કેસ વચ્ચે વધુ વિશ્વાસ ભર્યા જાણીતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે રાજ્યમાં બીજી લહેર ના કેસ વધી રહ્યા છે અને ત્રીજી લહેર આવે તો પણ સરકાર તેને પહોંચી વળવા તૈયાર છે.
આજે મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના ભાગરૂપે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના આરસોડીયા ખાતે ગ્રામ્યજનો સાથે સંવાદ કરવા પહોંચેલા મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં ઓક્સિજનની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.
દેશના અનેક રાજ્યો વાયરસના સંક્રમણની કડી તોડવા માટે પૂર્ણ લોકડાઉન જેવા નિયંત્રણો લાદી રહ્યા છે અને ગુજરાતમાંથી પણ રાજકોટ સહિતના મહાનગરોના વેપારી સંગઠનના અધકચરા લોકડાઉન ની કોરોના ની કઢી તૂટી નથી.
પણ વેપારી ધંધા રૂદાઈ રહ્યા છે તેથી સરકાર કાં તો પૂર્ણ લોકડાઉન લાદવુ જોઈએ અથવા તો આ નિયંત્રણો ઉઠાવી લેવા જોઈએ તેવી માંગણી કરી રહ્યા છે.
ગુજરાતમાં સંપૂર્ણ લોકડાઉન ની કોઈ આવશ્યકતા નથી અને હાલના જે નિયંત્રણો છે તે યોગ્ય હોવાનું મુખ્યમંત્રી રૂપાણી જણાવ્યું હતું.
ઉદ્યોગને ફરી એક વખત નિરાશા સાંપડે તેવા સંકેત મુખ્યમંત્રી આપી દીધા હતા. રાજ્યમાં વેક્સિનેશન ના ચાલી રહેલા કાર્યક્રમમાં અનેક શહેરોમાં વેક્સિનેશન ની અછત અને 45 વર્ષ થી ઉપરની વયના લોકોને અપાતા.
વેક્સિનેશન કાર્યક્રમમાં ગેપ પડી રહ્યો છે તે અંગેના એક પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રી રૂપાણી એ કહ્યું કે 15 મે થી રાજ્ય માટે 11 લાખ નવા ડોઝ આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment