ગુજરાત રાજ્યમાં બે માર્ચના દિવસે જ માવઠું થવાની આગાહી છે અને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે ને તેમની આગાહી મુજબ પવનની ગતિ કેવી રહેશે વરસાદ કયા કયા વિસ્તારોમાં પડશે તેને લઈને વાત કરી છે. પરેશ ગોસ્વામી આ માવઠાના કારણે ખેડૂતોને નુકસાન થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે.
અગાઉ તેમને ખેડૂતોને માવઠાથી પાકને થનારા નુકસાન થી બચવા માટેની સલાહ પણ આપી હતી.હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી જણાવે છે કે શુક્રવારે મોડી રાખતી ગુજરાત રાજ્ય પરથી એક સ્થિરતા પસાર થવાની સંભાવનાઓ છે જે હાલમાં રાજ્યમાં કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વાદળો જોવા મળી રહ્યા છે.
શનિવારે સવારે એટલે આજરોજ સવારે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હવામાનમાં પલટો થવાની પણ તેઓએ શક્યતા વ્યક્ત કરી હતી. પરેશ ગોસ્વામી એ ઉત્તર ગુજરાતના પશ્ચિમ ભાગો જેમાં વાવ થરાદ દિયોદર ભાભર પરથી વરસાદની શરૂઆત થશે અને કચ્છમાં પણ નલીયાથી વરસાદની શરૂઆત થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે.
બે માર્ચના દિવસે રાજ્યના ઘણા ભાગોમાં દિવસભર વરસાદ થઈ શકે છે. તેમને શનિવારે અરવલ્લી, સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણા જિલ્લામાં વરસાદી ઝાપટા થઈ શકે છે.રાજકોટ મોરબી સુરેન્દ્રનગર અને બોટાદમાં પણ હળવા ઝાપટા થઈ શકે છે.
આ સાથે ડાંગમાં બે માર્ચની રાતે ઝાપટા થઈ શકે તેવી સંભાવનાઓ પરેશ ગોસ્વામી વ્યક્ત કરી છે અને માવતાની સંભાવના ની સાથે પવનની ગતિ અંગે કહ્યું છે કે 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ગતિ એ પવન રહેશે અને આ ગતિના કારણે નુકસાન થવાનું શક્યતા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment