પરેશ ગોસ્વામીએ નવરાત્રી માં ગાજવીજ સાથે ધોધમાર વરસાદની કરી મોટી આગાહી

ગુજરાતમાં થોડા દિવસથી વરસાદની તીવ્રતા ઓછી થઈ રહી છે. જોકે, હવામાન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, આ વખતે ગુજરાતમાં ઓક્ટોબર સુધી વરસાદ રહેશે તેમ જણાવવામાં આવ્યું છે. તેમજ ગુજરાતના જાણીતા હવામાનના આગાહીકાર અંબાલાલ પટેલે ગુજરાતમાં હવે ફરીથી ધોધમાર વરસાદ પડવાની સિસ્ટમ ક્યારે પડશે તે અંગેની આગાહી કરી છે. અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું છે કે, આ વખતે એક પછી એક સિસ્ટમ બની રહી છે એટલે આ વખતનું ચોમાસું અનોખું છે.

અંબાલાલ પટેલે પોતાની આજની આગાહીમાં જણાવ્યું છે કે, હજી 10 તારીખ સુધી સિસ્ટમો સક્રિય જ છે અને જેના કારણે વડોદરા સહિતના મધ્ય ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદના ઝાપટાં જોવા મળશે. આ ઉપરાંત પંચમહાલના ભાગમાં ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહેશે.

ઉત્તર ગુજરાતના ભાગમાં પણ વરસાદની શક્યતા છે. તો બીજી તરફ પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, 13-14 તારીખ આસપાસ બંગાળની ખાડીની સિસ્ટમ આવી રહી છે મધ્યપ્રદેશ સુધી આવ્યા પછી ઉત્તર ભારત તરફ ગતિ કરી શકે છે. કારણ કે પાકિસ્તાન પર જે એન્ટી સાઈક્લોન બનેલું છે તેના લીધે બંગાળની ખાડીથી આવેલી સિસ્ટમ ગુજરાત સુધી પહોંચશે નહીં.