ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા એક આગાહી કરવામાં આવી છે અને તેઓએ જણાવ્યું છે કે ખેડૂત મિત્રો તથા સામાન્ય લોકો ને રાહત મળી શકે છે કારણ કે ગુજરાતમાં હવે વરસાદની સંભાવનાઓ જે વ્યક્ત કરવામાં આવી હતી
તે શક્યતાઓ હવે ખૂબ જ ઓછી છે જોકે 10 થી 12 માર્ચ દરમ્યાન હવામાનમાં કેવો પલટો આવે તેના અંગે તેઓએ ઘણી બધી વાતો શેર કરી છે.તેઓ જણાવે છે કે અગાઉ ગુજરાતના ઘણા બધા ભાગમાં 10 થી 12 માર્ચ દરમ્યાન માવઠું પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી
જે આગાહી ઉત્તર ભારત પરથી બેક ટુ બેક વેસ્ટન ડીસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે. તેમાંથી એક દક્ષિણ તરફ ઝુકાવ કરે તેવી શક્યતાઓ છે. જોકે ગુજરાત સુધી તેની અસર થવાની શક્યતાઓ હવે દેખાઈ રહી નથી ત્યારે શુક્રવારે સાંજે કરેલી આગાહીમાં તેમને આપેલી વિગતો મુજબ આ વેસ્ટન ડિસ્ટર્બન્સ પસાર થશે
તેના કારણે તેની અમુક લહેરો છે તેના આઉટર ક્લાઉડ ગુજરાત ઉપર ટચ થઈ રહ્યા છે.જેના કારણે પશ્ચિમ બનાસકાંઠા અને કચ્છના અમુક ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં સવારે ઝાકળ અને બપોરે છૂટાછવાયા વાદળો જોવા મળે તેવી શક્યતા છે
અને 12 માર્ચે પશ્ચિમ બનાસકાંઠા કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ઘાટા અને અતિ ગાટા વાદળો જોવા મળશે જેના કારણે માવઠું થશે તેઓ માહોલ પણ સર્જાશે પરંતુ ગભરાવાની જરૂર નથી તે માત્ર વાદળ જશે આ સિવાય રાજ્યના અન્ય ભાગોમાં હવામાન સામાન્ય અને ખુલ્લું રહેવાની શક્યતા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment