ગાંધીનગરની 5-સ્ટાર હોટલમાં દારૂ મળવા મુદ્દે પરેશ ધાનાણીના આકરા પ્રહાર, પ્રદિપસિંહ જાડેજાએ આપ્યો જવાબ…

આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ રીતે ગાંધીનગરની 5 સ્ટાર હોટલ નું ઉદઘાટન કર્યું છે. આ હોટલમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ હશે ઉપરાંત આ હોટલમાં દારૂ પણ મળશે. તો દારૂ વેચવા ના મુદ્દા પર કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ ટ્વિટર પર ટ્વિટ કરીને રૂપાણી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.

ગાંધીનગરની લીલા હોટલમાં દારૂ ની પરવાનગી ના મામલે તેમને એવું કહ્યું કે સરકાર દ્વારા રાજ્યના યુવાનોને નશામાં ધકેલીને પોતાની નિષ્ફળતા છુપાવી રહી છે. આ ઉપરાંત તેમને કહ્યું કે ગુજરાતમાં દારૂની રેલમછેલ થતી હોય છે.

આ ઉપરાંત તેમણે ટ્વિટમાં લખ્યું હતું કે “દવા આપો દારૂ નહીં” સાહેબ, અમને ‘દવા’ જીવડાશે કે ‘દારૂ’…? ગાંધી અને સરદારના ગુજરાતને “દારૂ” મળે એવી હોટલો નહીં.., “દવા” મળે એવી “હોસ્પિટલ” ની જરૂર છે…!

તો આ સમગ્ર મામલા પર રાજ્ય ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું છે કે ગાંધીનગરની લીલા હોટલમાં દારૂ ની પરવાનગી આપવામાં આવી નથી.

કે ના તો હોટલે દારૂ વેચવા ની પરમિશન માંગી છે. તો પરેશ ધાનાણીએ વધુમાં કહ્યું કે કોરોના ની સ્થિતિ માં લોકોને દવા ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા દવાની નહીં પરંતુ સરકાર દારૂ ની પરમીશન આપવામાં આવી રહી છે.

આ સમગ્ર મામલા પર તેમને કહ્યું કે સરકારના લીલા હોટલ ભવિષ્યમાં દારૂની દુકાન પણ બની શકે છે. આ ઉપરાંત સમગ્ર મામલા પર પરેશ ધાનાણીએ મુખ્યમંત્રીને વિનંતી કરી કે રાજ્યમાં દવા અને હોસ્પિટલો ની વ્યવસ્થા લોકોને પૂરી પાડો કારણ કે લોકોને દારૂ નહીં.

પરંતુ દવાની જરૂર છે. રાજ્યમાં કોરોના ની બીજી લહેર માં દવાની અછત સર્જાઇ હતી. આ સમગ્ર મામલાને લઈને પરેશ ધાનાણીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*