આજકાલ સોશિયલ મીડિયા પર આપઘાતના કિસ્સાઓ ખૂબ જ સામે આવી રહ્યા છે. લોકો નાની નાની વાતમાં આપઘાત કરી લેતા હોય છે, આવો જ એક કિસ્સો છત્તીસગઢ માંથી સામે આવ્યો છે. છત્તીસગઢમાં ચિત્રકોટ વોટરફોલ પાસે એક ચોકાવનારી ઘટના બની છે. અહીં એક યુવતીએ કૂદીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, જોકે સમયસર તેનો બચાવ થયો હતો. આ ઘટના પાછળ જે કારણ બહાર આવ્યું તે કારણ સાંભળીને બધા ચોકી ગયા હતા.
એડિશનલ સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસે જણાવ્યું કે 21 વર્ષની યુવતી નું નામ સરસ્વતી મૌર્ય છે. તે પોતાના મોટાભાગનો સમય મોબાઇલ પર પસાર કરતી હતી તેની આ આદતથી પરિવારના સભ્યો પરેશાન હતા. આ માટે સરસ્વતી ને ઠપકો આપતા હતા, પોલીસે જણાવ્યું કે પિતાએ સરસ્વતી મૌર્ય ને મંગળવારે બપોરે લગભગ એક વાગે મોબાઈલ ખૂબ વાપરવા બદલ ઠપકો આપ્યો હતો.
તેનાથી ગુસ્સે થઈને સરસ્વતી ચિત્રકોટ ધોધ પર પહોંચી ગઈ હતી. પોલીસે જણાવ્યું જ્યારે ધોધ જોવા આવેલા લોકોને ખબર પડી કે તે આપઘાત કરવા જઈ રહી છે, તો તેઓએ તેને રોકવાની ઘણી કોશિશ કરી હતી. પરંતુ સરસ્વતીએ કોઈની વાત ન માની અને તે ધોધમાં કૂદી પડી. જોકે તેને ટૂંક સમયમાં તેની ભૂલનો અહેસાસ થયો,
बारिश में उफनती #चित्रकोट #वाटरफॉल से एक युवती ने लगाई छलांग, 100 फीट ऊंचे वाटरफॉल फाल से सीधे गिरी नीचे,बाल बाल बची जान,पिछले कुछ सालों से सुसाइड प्वाइंट बना वाटरफॉल,हजारों #पर्यटक पहुंचने के बाद भी नहीं है सुरक्षा के इंतजाम@gyanendrat1 @the_viralvideos pic.twitter.com/KDtpfXx39T
— Ashok Naidu (ABP News) (@Ashok_Naidu_) July 18, 2023
આ પછી તેની એ પોતાને ડૂબવાથી બચાવવા માટે સ્વિમિંગ કરીને બહાર આવવાનો પ્રયાસ કર્યો હતો. ચિત્રકોટ ચોકીના ઇન્ચાર્જ જણાવ્યું કે ધોધ પાસે સુરક્ષા માટે તૈનત ગ્રામીણો બોટ લઈને સરસ્વતી પાસે પહોંચ્યા અને તેને બચાવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર સરસ્વતી મૌર્ય ચિત્રકોટ ગામની રહેવાસી છે. મીડિયા રિપોર્ટ અનુસાર યુવતી ચિત્રકોટની એક હોટલમાં કામ કરે છે.
ગત વર્ષે પણ એક યુવતીએ ચિત્રકોટ ધોધમાં છલાંગ લગાવી હતી. મળતી માહિતી મુજબ વરસાદને કારણે ઇન્દ્રાવતી નદીનું જળસ્તર ઘણું વધી ગયું છે. જેમાં ચિત્રકોટ ધોધ માં પણ ઘણું પાણી છે, આ ધોતની ઊંચાઈ 90 ફૂટ છે અને સુરક્ષા વ્યવસ્થાના અભાવે અહીં આવા અકસ્માતો બની રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment