સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે સુસાઇડના બનાવો ખૂબ જ વધી ગયા છે. ત્યારે હાલમાં બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક પતિ-પત્નીએ ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના બનતા જ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
પતિ -પત્નીના મોતના કારણે બે વર્ષની દીકરીએ માતા પિતાની છત્રછાયા ગુમાવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, બંનેએ પારિવારિક વિવાદના કારણે સુસાઇડ જેવું મોટું પગલું ભરી લીધું છે. આ ઘટના મધ્યપ્રદેશના નિવારી જિલ્લામાંથી સામે આવી રહી છે.
સુસાઇડ કરનાર પતિનું નામ મોહિત હતું અને તેની ઉંમર 24 વર્ષની હતી. જ્યારે સુસાઇડ કરનાર પત્નીનું નામ રેણુકા હતું અને તેની ઉંમર 22 વર્ષની હતી. મોહિત અને રેણુકાએ એક સાથે ઝેરી દવા પીને સુસાઇડ કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ બંનેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
જ્યાં હોસ્પિટલમાં આજ રોજ સવારે બંનેનું સારવાર દરમિયાન મોત થયું હતું. બંનેનું મોત થતા જ હસતા કરતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. મોહિતના દેવાના કારણે પતિ પત્ની વચ્ચે રોજ ઝઘડા થતા હતા. જેના કારણે બંને એકસાથે ઝેરી દવા પીને સુસાઇડ કર્યું હશે તેવું માનવામાં આવી રહ્યું છે.
આ ઘટના બનતા જ એક બે વર્ષની માસુમ દીકરીએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. મોહિત અને રેણુકાએ સુસાઇડ શા માટે કર્યું તેની કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. કહેવામાં આવી રહ્યું છે કે પારિવારિક ઝઘડાના કારણે અને દેવાના કારણે બંને આ પગલું ભર્યું છે. હાલમાં તો આ ઘટનાને લઈને તપાસ ચાલુ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment