આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ સાગર રબારીએ નડિયાદના લોકોને સંબોધતા જણાવ્યું કે હાલ ગુજરાત રાજ્યની પરિસ્થિતિ દિવસે ને દિવસે કઠળી રહી છે અને ગુજરાત રાજ્યમાં 31 લાખથી પણ વધુ લોકો બીપીએલ કાર્ડ ધરાવે છે મતલબ કે કરોડોની સંખ્યામાં લોકો ગરીબી રેખાની નીચે જીવી રહ્યા છીએ અને આજે ગુજરાતમાં 57 ટકા બહેનો કુપોષણનો શિકાર છે
ને બાળકોમાં પણ કુપોષણના આંકડાઓ ખૂબ જ ઊંચા છે.ગુજરાત રાજ્યમાં ભાજપની વિકાસની પોલા આંકડાઓ ખોલી રહ્યા છે તેઓ આક્ષેપ સાગર રબારી લગાવ્યો હતો. ભાજપ હંમેશા વિકાસના નામે બૂમો પાડતું હોય છે પરંતુ જમીન પરની હકીકત કંઈક અલગ જ છે. ગુજરાતમાં કરોડો લોકોને પેટ ભર ભોજન પણ નથી મળતો અને આપણી કડવી વાસ્તવિકતા છે.
ગુજરાતમાં ખેડૂતોની વાત કરવામાં આવે તો આજે આપણે જોઈ રહ્યા છીએ કે મોટાભાગના ખેડૂતો દેવામાં ડૂબેલા છે. ખેડૂતો દિવસ રાત મહેનત કરીને પોતાનું ગુજરાન ચલાવે છે પરંતુ ભાજપ સરકાર ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દે છે. ભાજપ સરકારે ખેડૂતો માટે કેટલી યોજનાઓની જાહેરાત કરી છે પરંતુ ખેડૂતો સુધી તેનો લાભ નથી પહોંચતો એટલા માટે આવી યોજનાઓનો કોઈ મતલબ નથી.
નર્મદા સિંચાઈ યોજના હોય કે કલ્પસર યોજના હોય કે પાક વીમા યોજના હોય દરેક જગ્યાએથી ખેડૂતોને ફક્ત નિરાશા જ મળી છે.કોઈપણ રાજ્યની પ્રગતિ માટે જરૂરી હોય છે સારી શિક્ષણ વ્યવસ્થા અને પરંતુ ગુજરાતમાં દરેક જગ્યાએ શિક્ષણનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે અને ખાનગી શાળાઓને લાભ પહોંચાડવા માટે સરકારી શાળાઓ પર સરકારી સંપૂર્ણ ધ્યાન આપવાનું બંધ કરી દીધું છે એટલા માટે માતા-પિતા પ્રાઇવેટ શાળામાં વિદ્યાર્થીઓને ભણાવવા માટે મજબૂર બન્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment