સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે સુસાઈડની ઘટનાઓ વધી રહી છે. ત્યારે બુધવારના રોજ સાંજના સમયે બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ધોરણ 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ બુધવારના રોજ સાંજના સમયે પોતાના ઘરે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવવી લીધું છે. કહેવામાં આવી રહ્યું છે કે શાળાના શિક્ષક અને વિદ્યાર્થીઓના ત્રાસથી કંટાળીને વિદ્યાર્થીએ સુસાઇડ જેવું મોટું પગલું ભરી લીધું છે.
સુસાઇડ નોટમાં વિદ્યાર્થીએ તેના ક્લાસમેટ ના બોયફ્રેન્ડ અને ટીચર પર ધમકીઓ આપવાનો આરોપ લગાવ્યો છે. આ ઘટના બનતા જ મૃતક યુવકના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ ઘટના રાજસ્થાનમાંથી સામે આવી રહી છે. સમગ્ર ઘટનાની જાણ થયા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારે ગઈકાલે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ મૃત્યુ પામેલા યુવકના કાકાએ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો.
ત્યારબાદ પોલીસે શાળાના શિક્ષકની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી હતી. મૃત્યુ પામેલા યુવકનું નામ વિપિન હતું અને તેની ઉંમર 17 વર્ષની હતી. બીપીન નુતન વિદ્યામંદિર અંગ્રેજી મીડીયમમાં અભ્યાસ કરતો હતો. બુધવારના રોજ બપોરે શાળામાં રજા પડી આ બાદ તે પોતાના ઘરે ચાલ્યો ગયો હતો. બપોરે 2.15 વાગ્યાની આસપાસ તે પોતાના પિતાની દુકાન પર પહોંચ્યો હતો.
ત્યાં તેને હાજર સેલ્સમેનને સ્કૂલમાંથી ફોન આવ્યો છે તેવું પૂછ્યું હતું. તે થોડીક વાર દુકાન પર રોકાયો પછી સાંજે ચાર વાગ્યાની આસપાસ પોતાના ઘરે ચાલ્યો ગયો હતો. ઘરે આવ્યા બાદ વીપીને કહ્યું હતું કે તેની તબિયત સારી નથી આવું બહાનું બનાવીને તે પોતાના રૂમમાં ચાલ્યો ગયો હતો. પછી તેને સાંજે 5:00 વાગ્યાની આસપાસ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. ત્યારબાદ આ ઘટનાની જાણ પરિવારના સભ્યોને થઈ હતી.
પરિવારના સભ્યો દીકરાને તાત્કાલિક નીચે ઉતારીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં હાજર ડોક્ટરે દીકરાની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઉપરાંત મૃત્યુ પામેલા વિપિનના ખિસ્સામાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી. ત્યારબાદ પરિવારના સભ્યોએ પોસ્ટમોર્ટમ કરવાનો ઇનકાર કરી દીધો હતો અને હોસ્પિટલમાં જ ધારણા ઉપર બેસી ગયા હતા.
સુસાઇડ નોટમાં વીપીને પોતાના શાળાના શિક્ષક અને એક વિદ્યાર્થીની પર તેને હેરાન કરવાનો અને ટોચર કરવાનો આરોપ લગાવ્યો છે. વધુમાં વીપીને સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, રાજા જાટ નામનો છોકરો તેનો જીવ લેવાની ધમકી આપતો હતો. તે યુવતી નો બોયફ્રેન્ડ હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત વીપીને સુસાઇડ નોટમાં પોતાના માતા-પિતાને માફી માંગી હતી અને બીજું બધું પણ ઘણું લખ્યું હતું. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કેસ નોંધીને સુસાઇડ નોટ ના આધારે આગળની કાર્યવાહી કરી છે અને પોલીસે આ મામલાને લઈને શિક્ષકની અટકાયત કરીને તેની પૂછપરછ પણ શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment