સુરતમાં પાંડેસરામાં બનેલી એક આગ લાગવાની ઘટના સામે આવી છે. પાંડેસરા ખાતે આવેલી આકૃતિ ડાઈંગ મીલમાં અચાનક જ આગ લાગી ઉઠી હતી. આ ઘટના બનતા જ ચારેય બાજુ ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો. મિલની અંદર હાજર લોકોએ પોતાનો જીવ બચાવવા માટે ભાગદોડ મચાવી હતી. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં બે લોકો દાઝી ગયા હતા તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
જ્યારે મિલની અંદર કામ કરતી એક કર્મચારી પોતાનો જીવ બચાવવા માટે પહેલા માળેથી નીચે કૂદી જાય છે. આ ઘટનામાં તે પણ ઇજાગ્રસ્ત થઈ હતી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા ચાર ફાયર સ્ટેશનની 10 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ મિલમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો.
ફાયર વિભાગની ટીમે મિલની અંદર ફસાયેલા 15 લોકોના રેસ્ક્યુ કર્યા હતા. એક મહિલા પોતાનો જીવ બચાવવા માટે મિલના ધાબા ઉપરથી નીચે કૂદે છે ત્યારે તેને ફેક્ચર થઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર ગઈકાલે બપોરે અચાનક જ મીલની અંદર આગ લાગી ઉઠી હતી. આ ઘટના બનતા જ મિલ અને આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો. આ ઘટનાની જાણ તાત્કાલિક ફાયર વિભાગની ટીમને કરવામાં આવી હતી.
ઘટનાની જાણ કરતા જ મોટી સંખ્યામાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને આ ઘટનાના ઘણા વિડીયો પણ સોશિયલ મીડિયામાં હાલમાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
લગભગ 10 થી વધુ ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ધોરણે મીલમાં લાગેલી આગ પર કાબુ મેળવી લીધો હતો. મિલમાં અચાનક આગ કયા કારણોસર લાગી તેની તપાસ કરતા જાણવા મળ્યું કે, મિલમાં આવેલા સેન્ટર મશીનમાં કોઈ કારણોસર આગ લાગી ઉઠી હતી.
મશીનની નજીક ગ્રે કાપડનો જથ્થો અને ઓઇલ પડ્યું હતું. જેના કારણે ખૂબ જ ઝડપથી આગ પ્રસરી ગઈ હતી. આ ઘટનામાં 50 વર્ષીય દિનેશભાઈ અને 41 વર્ષીય સુંદશું યાદવ નામના બે કર્મચારીઓ આગની જપેટમાં આવી ગયા હતા. જેના કારણે તેઓ ગંભીર રીતે દાઝ્યા હતા અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
View this post on Instagram
આ ઘટનાનો એક ચોકાવનારો વિડિયો પણ સામે આવ્યો છે. તેમાં તમે જોઈ શકો છો કે એક મહિલા પોતાનો જીવ બચાવવા માટે મિલના ધાબા ઉપર કેવી રીતે તડફરીયા મારી રહે છે. મહિલા એક પાઈપ પકડીને ધાબા ઉપરથી નીચે ઉતરવાનો પ્રયાસ કરે છે. પરંતુ તેનો પગ લપસે છે અને તે સીધી પતરા પર પડે છે. સદનસીબે આ ઘટનામાં તે મહિલાનો જીવ બચી ગયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment