પાન મસાલા તમાકુ અને ગુટકા પ્રોડક્ટસ બનાવનાર કંપનીઓ પર એક એપ્રિલ થી ભારે ડનનો સામનો કરવો પડી શકે છે. મિત્રો જીએસટી કાઉન્સેલિંગ દ્વારા આજે એક નવી એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે જેમાં આ સંબંધમાં માહિતી આપવામાં આવી છે.
જીએસટી દ્વારા જાહેર કરાયેલા એડવાઈઝરી મુજબ તમાકુ ઉત્પાદન કરનાર કંપની એક એપ્રિલથી જીએસટી સત્તાવાળાઓ પાસે તેમના પેકિંગ મશીનની નોંધણી કરાવી પડશે અને જો કોઈ તમાકુ ઉત્પાદન કરનાર કંપની તેની પેકિંગ મશીનરી જીએસટી સત્તાવાળાઓ સાથે રજીસ્ટર કરવામાં નિષ્ફળ જાય તો એક લાખ રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે.
સરકારના પગલા નો ઉદ્દેશ્ય તમાકુ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં રેવન્યુ લિકેજ ને રોકવાનો છે અને ફાઇનાન્સ બિલ 2024 એ સેન્ટ્રલ જીએસટી એક્ટમાં સુધારા રજુ કરાયા છે. જે જણાવે છે કે ત્યાં રજીસ્ટર ન હોય ત્યાં દરેક મશીન પર એક લાખ રૂપિયા દંડ વસૂલ કરવાનો.
મહેસુલ સચિવ સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે જીએસટી કાઉન્સિલ એ છેલ્લી બેઠકમાં નિર્ણય લીધો હતો કે પાન મસાલા ગુટકાને તેના જેવા ઉત્પાદનો માટેના મશીનોની નોંધણી કરવામાં આવે જેથી અમે તેમની ઉત્પાદન ક્ષમતા પર નજર રાખી શકીએ
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment