સુરતમાં બનેલી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. સુરતના સચિન વિસ્તારમાં પૂરપાટ ઝડપે જતા ડમ્પરે બાઈક સવાર દંપત્તિને અડફેટેમાં લીધા હતા. જેના કારણે ભયંકર અકસ્માતો સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં પતિની નજર પત્ની ડમ્પરની નીચે કચડાઈ ગઈ હતી. આ કારણોસર પત્નીનું કરુણ મોત થયું હતું.
આ ઉપરાંત આ ઘટનામાં પતિ ઈજાગ્રસ્ત થયો હતો. પતિની નજર સામે પત્નીનું મોત થતા પતિ આઘાતમાં સરી પડ્યો છે. અકસ્માતની ઘટના બન્યા બાદ ડમ્પરચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. વિગતવાર વાત કરીએ તો સુરતના સચિન વિસ્તારમાં આવેલ કનકપુર દમણ ગંગા બિલ્ડિંગમાં રહેતા રાકેશભાઈ મિશ્રા કાપડ માર્કેટમાં મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.
ગઈકાલે રાકેશભાઈ પોતાની પત્ની માધુરીબેન મિશ્રા સાથે ઘરેથી બાઈક લઈને કોસંબા જવા માટે નીકળ્યા હતા. ત્યારે રસ્તામાં સચિન વિસ્તારમાં આવેલી એપલ પાર્ક રોડ પાસે પાછળથી આવી રહેલા એક ઝડપી ડમ્પરે રાકેશભાઈની બાઇકને જોરદાર ટક્કર લગાવી હતી.
ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં રાકેશભાઈ ની નજરની સામે તેમની પત્ની માધુરી બેનનું મોત થયું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ રાકેશભાઈ ને ઇજાગ્રસ્ત હાલતમાં 108 ની મદદ થી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
સમગ્ર ઘટનાને લઈને રાકેશભાઈએ જણાવ્યું કે, હું મારી પત્ની સાથે ઘરેથી કોસંબા જવા માટે નીકળ્યો હતો. ત્યારે રસ્તામાં એક ઝડપી ડમ્પરે અમને જોરદાર ટક્કર લગાવી હતી. આ કારણોસર મારી પતરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. 108 ને ફોન કર્યો પરંતુ 15 મિનિટ થઈ ગઈ છતાં પણ 108 ઘટના સ્થળે પહોંચી ન હતી.
ત્યારબાદ મને 15 મિનિટ બાદ 108 ની મદદ થી સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને મારી પત્નીનું ઘટના સ્થળે મોત થયું હતું. આ ઘટના બનતા જ બે દીકરાઓ અને એક દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી છે. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે ડમ્પર ચાલક વિરોધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment