દેશના વિવિધ વિસ્તારોમાં દરરોજ ઘણી અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવીને ઘરે જતા ASIનું રસ્તામાં અકસ્માતમાં કરુણ મોત થયું છે.
મળતી માહિતી અનુસાર ASI બોલેરો વાહનમાં ઘર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન મોડી રાત્રે તેમની બોલેરો રોડની સાઈડમાં પાર્ક કરેલા ટ્રક સાથે અથડાઈ હતી. જેના કારણે ભયંકર અકસ્માત સર્જાયો તો અકસ્માતની ઘટનામાં બોલેરોમાં સવાર ASIનું કરુણ મોત થયું હતું.
આ વાત ના સમાચાર મળતા જ તેમના પરિવારજનો અને પોલીસ સ્ટેશનમાં માતમ છવાઈ ગયો હતો. આ અકસ્માતની ઘટના રાજસ્થાનના બિકાનેર માંથી સામે આવી રહી છે. અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા પોલીસ ASIનું નામ સુરજરામ જંડુ હતું. તેઓ બોલેરોમાં સવાર થઈને ઘર તરફ જઈ રહ્યા હતા.
આ દરમિયાન નેશનલ હાઈવે પર રોડની સાઈડમાં એક ટ્રક ઉભેલો હતો. આવી સ્થિતિમાં અચાનક જ તેમની બોલેરો ટ્રક સાથે અથડાઈ હતી. જેના કારણે ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં સૂરજરામ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
ત્યારબાદ સૂરજરામને બોલેરો માંથી બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ વાત ના સમાચાર મળતા જ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી અને જરૂરી કાર્યવાહી શરૂ કરી દીધી હતી.
ઘટનાના સમાચાર મળતા જ સૂરજરામના પરિવારના સભ્યો અને સગા સંબંધીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. આ ઘટના બનતા જ પોલીસ ડિપાર્ટમેન્ટમાં પણ માતમ છવાઈ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment