મોલમાં ફ્રીજને અડતા જ 4 વર્ષની માસુમ બાળકીનું દર્દનાક મોત… જુઓ મોતનો લાઈવ વિડિયો…

આજકાલ સોશિયલ મીડિયા પર કરંટ લાગવાને કારણે મૃત્યુના કિસ્સાઓ ખૂબ જ સામે આવી રહ્યા છે. જેમાં નાના બાળકોથી લઈને વૃદ્ધોને કરંટ લાગવાને કારણે મૃત્યુ નીપજયા હોય તેવી ઘટનાઓ ખૂબ જ સામે આવી રહી છે. હાલમાં જ આવો એક કિસ્સો તેલંગાણામાંથી સામે આવ્યો છે.

સુપરમાર્કેટમાં પપ્પા સાથે ખરીદી કરવા આવેલી ચાર વર્ષની બાળકીનું ફ્રીજના કરંટ લાગવાને કારણે કરુણ મોત થયું હતું. તેલંગાણાના નિઝામાબાદના નવીપેટની સુપરમાર્કેટમાં ચાર વર્ષની બાળકી પિતા સાથે ખરીદી કરવા આવી હતી. બાળકીને આઈસ્ક્રીમ ખાવો હતો, તેથી બાળકી સુપર માર્કેટમાં આઈસ્ક્રીમ શોધવા લાગી હતી.

એક મોટા ફ્રીઝમાં આઈસ્ક્રીમ દેખાતા બાળકી એ દરવાજો ખોલીને આઈસ્ક્રીમ લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બાળકીને ખબર ન હતી કે ફ્રીજમાં કરંટ વહી રહ્યો હતો, અને કરંટ ના કોન્ટેક માં આવતા બાળકીને મોટો ઝટકો લાગ્યો હતો. ઝટકો લાગવાને કારણે તે ઊંધી થઈને દરવાજા સાથે ચોંટી ગઈ હતી, સુપર માર્કેટમાં ચોકાવનારી ઘટના સીસીટીવી માં કેદ થઈ ગઈ છે.

ચાર વર્ષની ઋષિતા તેના પિતા રાજશેખર સાથે સુપર માર્કેટ ગઈ હતી. તે ફ્રિજમાં આઈસ્ક્રીમ શોધી રહી હતી, ફ્રીજના દરવાજાને અડતા જ તેને વીજળીનો કરંટ લાગ્યો હતો. આ અકસ્માતથી અજાણ તેના પિતા બાજુના રેફ્રિજરેટરમાં આઈસ્ક્રીમ શોધતા રહ્યા. થોડીવાર પછી તેમની નજર ઋષિતા પર પડતા તેઓ દોડયા હતા અને તેને ઉઠાવીને ભાગ્યા હતા.

પરંતુ એટલી વારમાં ઋષિતા નું મોત થઈ ગયું હતું, સુપર માર્કેટમાં જ્યાને ત્યાં હાથ નાખતા લોકોએ આ ઘટનાથી ચેતી જવાની જરૂર છે. ઈલેક્ટ્રીક વસ્તુઓમાં કરંટ લીકેજ હોઈ શકે છે, એટલા માટે મોલની ખરીદીમાં એલર્ટ રહેવું જોઈએ. મોલમાં ખરીદી કરતી વખતે બાળકોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*