અમદાવાદમાં પૈસા વાળા બાપની નકામી ઓલાદના કારણે 9 લોકોના દર્દનાક મોત…

અમદાવાદમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. અમદાવાદમાં બુધવારના રાત્રે બનેલી ભયંકર અકસ્માતની ઘટનામાં 9 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ અકસ્માતની ઘટના ગઈ કાલે મોડી રાત્રે ઇસ્કોન બ્રિજ પર બની હતી. આ અકસ્માતની ઘટના અમદાવાદની સૌથી મોટી અકસ્માતની ઘટના ગણી શકાય છે.

મૃત્યુ પામેલા નવ લોકોમાં એક કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડનો પણ સમાવેશ થાય છે. રાજપથ ક્લબ તરફથી આવી રહેલી કારે લોકોને અડફેટેમાં લીધા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે આખું વાતાવરણ મોતની ચીસોથી ગુંજી ઉઠી હતી. અકસ્માતની ઘટનાને લઈને વિગતવાર વાતોને બ્રિજ પર પસાર થતા ડમ્પરની પાછળ એક મહેન્દ્રા થાર કાર ઘૂસી ગઈ હતી. જેના કારણે કેટલાક લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા.

પરંતુ તે લોકોને ત્યાં ખબર હશે કે અહીં ભેગું થવું તેમના માટે કાળ બની જશે. જ્યારે લોકો અકસ્માતની ઘટના પાસે ઊભા હતા, ત્યારે 160 થી પણ વધારે સ્પીડમાં ચાલતી જેગુઆર કાર ત્યાં આવી પહોંચી હતી. આ કાર ચાલકે ત્યાં ઉભેલા લોકોના ટોળાને અડફેટેમાં લીધા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં 9 લોકોના મોત થયા હતા અને 10 થી પણ વધારે લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

તમને જણાવી દઈએ કે કાર ચાલક પૈસા વાળા બાપની એક નકામી ઓલાદ છે. જેને નવ લોકોનો જીવ લીધો છે. મળતી માહિતી અનુસાર કાર ચલાવનાર યુવક પ્રજ્ઞેશ પટેલનો દીકરો છે. અકસ્માતની ઘટના બન્યા બાદ પ્રજ્ઞેશ પટેલ ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો.

શું આ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ છે?

અહીં તેને પોલીસ સાથે દાદાગીરી કરીને પોતાના દીકરાને રાતે જ છોડાવી લીધો હતો અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ પૈસાવાળા બાપની નકામી ઓલાદના કારણે આજે નવ લોકોનો જીવ ચાલ્યો ગયો છે. આવા નરાધમની સામે ખડકમાં કડક કાર્યવાહી થાય તેવી લોકો સરકાર પાસે માંગણી કરી રહ્યા છે.

આરોપી કાર ચાલક

આ અકસ્માતની ઘટનામાં ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ પરમાર, હોમગાર્ડ નિલેશભાઈ ખટીક, અમનભાઈ કચ્છી, નિરવભાઈ રામાનુજ, રોનકભાઈ વિહલપરા, અરમાન વઢવાણિયા, અક્ષર પટેલ, કૃણાલ કોડિયા નામના યુવકે અકસ્માતમાં પોતાના જીવ ગુમાવ્યા છે. હજુ સુધી મૃત્યુ પામેલા 9 માં વ્યક્તિની ઓળખ થઈ નથી. મિત્રો તમને જણાવી દે કે કાર ચલાવનાર આરોપી યુવક પ્રજ્ઞેશ પટેલનો દીકરો હતો અને આ એ જ પ્રજ્ઞેશ પટેલ છે જેને વિરુદ્ધ 2020 માં દુષ્કર્માની ફરિયાદ નોંધાઈ હતી. આ તો એવું થયું કે જેવો બાપ એવો જ દીકરો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*